Gold Rate Today: ઓગસ્ટના પહેલા દિવસે સોનુ સસ્તુ થયુ કે મોંઘુ, અહીં જાણો 22 કેરેટ ગોલ્ડ રેટ
Gold Rate Today: ઓગસ્ટ મહિનાના પહેલા દિવસે ગુરુવારે (1લી ઓગસ્ટ) સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. કેન્દ્રીય બજેટ 2023ની રજૂઆત બાદથી સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર પણ આજે સોનું મોંઘું દેખાઈ રહ્યું છે.
દેશના મોટાભાગના શહેરોમાં સોનાની છૂટક કિંમત 69 હજાર રૂપિયાની આસપાસ છે. જ્યારે ચાંદીના ભાવમાં 2000 રૂપિયાનો વધારો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 69 હજાર 980 રૂપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત અંદાજે 64,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

મુંબઈમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 69,830 રૂપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 64,010 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત 64,060 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 69,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
કોલકાતામાં 22 કેરેટ સોનાની કિંમત 64,010 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 69,830 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ચેન્નાઈમાં 22 કેરેટ સોનાની કિંમત 64,210 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 70,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
આજે ભારતમાં પ્રતિ ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ
1 ગ્રામ: રૂ. 6,450
8 ગ્રામ: રૂ. 51,600
10 ગ્રામ: રૂ. 64,500
100 ગ્રામ: રૂ. 6,45,000
આજે ભારતમાં પ્રતિ ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ
1 ગ્રામ: રૂ. 7,036
8 ગ્રામ: રૂ. 56,288
10 ગ્રામ: રૂ. 70,360
100 ગ્રામ: રૂ. 7,03,600
આજે ભારતમાં પ્રતિ ગ્રામ 18 કેરેટ સોનાનો ભાવ
1 ગ્રામ: રૂ. 5,278
8 ગ્રામ: રૂ. 42,224
10 ગ્રામ: રૂ. 52,780
100 ગ્રામ: રૂ. 5,27,800
મિસ્ડ કોલથી ચેક કરો સોના-ચાંદીના ભાવ
તમે મિસ્ડ કોલ દ્વારા સોના અને ચાંદીની કિંમત પણ ચકાસી શકો છો. 22 કેરેટ સોના અને 18 કેરેટ સોનાનો દર જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. તમે મિસ્ડ કોલ કરશો કે તરત જ તમને એક SMS દ્વારા ગોલ્ડ રેટની માહિતી મળશે.
ભારતમાં સોના અને ચાંદીના ભાવ ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેમાં ડોલર સામે રૂપિયાની કિંમતનો સમાવેશ થાય છે. સોના અને ચાંદીના ભાવમાં જોવા મળતા વલણને નક્કી કરવામાં વૈશ્વિક માંગ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.












Click it and Unblock the Notifications
