સોનાના ભાવમાં મામૂલી વધારો, જુઓ તમારા શહેરના સોના-ચાંદીના ભાવ

Subscribe to Oneindia News

ગ્લોબલ માર્કેટમાં સોનામાં મામૂલી તેજીને કારણે ભારતમાં સોના-ચાંદીના બજારોમાં સોનામાં થોડી તેજી જોવા મળી છે. દિલ્હીના સોના-ચાંદીના બજારમાં માંગ સુસ્ત હોવાને કારણે સોનાનો ભાવ 30,250 ( 24 કેરેટ ) રુપિયા પ્રતિ દસ ગ્રામ પર સ્થિર રહ્યો. ચાંદીનો ભાવ 50 રુપિયાની મામૂલી તેજી સાથે 42,250 રુપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો.

gold 2

આપના શહેરમાં સોના-ચાંદીનો ભાવ

નવી દિલ્હીમાં સોનાનો ભાવ 29000 રુપિયા/પ્રતિ 10 ગ્રામ (22 કેરેટ), ચાંદી- 41895 રુપિયા/પ્રતિકિલો
જયપુરમાં સોનાનો ભાવ 29700 રુપિયા/પ્રતિ 10 ગ્રામ (22 કેરેટ), ચાંદી- 41895 રુપિયા/પ્રતિકિલો
કોલકત્તામાં સોનાનો ભાવ 29280 રુપિયા/પ્રતિ 10 ગ્રામ (22 કેરેટ), ચાંદી- 41895 રુપિયા/પ્રતિકિલો
લખનઉમાં સોનાનો ભાવ 29000 રુપિયા/પ્રતિ 10 ગ્રામ (22 કેરેટ), ચાંદી- 41895 રુપિયા/પ્રતિકિલો
મુંબઇમાં સોનાનો ભાવ 29560 રુપિયા/પ્રતિ 10 ગ્રામ (22 કેરેટ), ચાંદી- 41895 રુપિયા/પ્રતિકિલો
અમદાવાદમાં સોનાનો ભાવ 29700 રુપિયા/પ્રતિ 10 ગ્રામ (22 કેરેટ), ચાંદી- 41895 રુપિયા/પ્રતિકિલો
બેંગલોરમાં સોનાનો ભાવ 28300 રુપિયા/પ્રતિ 10 ગ્રામ (22 કેરેટ), ચાંદી- 42100 રુપિયા/પ્રતિકિલો
ચેન્નઇમાં સોનાનો ભાવ 28300 રુપિયા/પ્રતિ 10 ગ્રામ (22 કેરેટ), ચાંદી- 42100 રુપિયા/પ્રતિકિલો
હૈદરાબાદમાં સોનાનો ભાવ 28330 રુપિયા/પ્રતિ 10 ગ્રામ (22 કેરેટ), ચાંદી- 41895 રુપિયા/પ્રતિકિલો

સોના-ચાંદીના ભાવ બજાર પર નિર્ભર છે, માટે ઉપર દર્શાવેલા આંકડા અને હાલમાં બજારમાં સોનાના ભાવમાં તફાવત હોઇ શકે છે.

gold 3

ડૉલરના ભાવને કારણે ભાવમાં ઘટાડો

પ્રાપ્ત માહિતી અનુસાર, સોનુ 2.60 ડૉલર વધીને 1,252.65 ડૉલર પ્રતિ ઔંસ પર રહ્યુ. વળી, ડિસેમ્બરનો અમેરિકી સોના વાયદો 2.8 ડૉલર સરકીને 1,252.7 ડૉલર પ્રતિ ઔંસ પર રહ્યો. બજાર વિશ્લેષકોનું માનવુ છે કે ડિસેમ્બરમાં અમેરિકામાં વ્યાજદરો વધવાની સંભાવના જેમ જેમ વધતી જાય છે તેમ સોના પર દબાણ વધી રહ્યું છે.

gold 4

વાયદા બજારમાં સોનુ ગગડ્યુ

ભવિષ્યમાં ભાવમાં ઘટાડાની આશંકામાં જ સોના વાયદો ગગડ્યો છે. આ દરમિયાન લંડનમાં ચાંદીનો ભાવ 17.37 ડૉલર પ્રતિ ઔંસ પર સ્થિર રહ્યો. તહેવારની સિઝન હોવા છતાં સ્થાનિક બજારમાં માંગ ઓછી રહી હતી. જેના કારણે સોનુ સ્ટાંડર્ડ ગત કારોબારી દિવસના 30,250 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર સ્થિર રહ્યું.

gold 5

ઘરેલુ બજારમાં દબાણ વધ્યુ

ગ્લોબલ માર્કેટમાં સોનાનો પ્રારંભિક વધારો ઓછો થઇ ગયો છે. એવામાં ઘરેલુ બજારમાં દબાણ વધી ગયુ છે. હાલમાં એમસીએક્સ પર સોનુ સપાટ થઇને 29660 રુપિયા પર કારોબાર કરી રહ્યુ છે. પ્રારંભિક કારોબારમાં સોનાનો ભાવ 29700 રુપિયાની ઉપર ગયો હતો. ચાંદીની ચાલ પણ સપાટ છે. એમસીએક્સ પર ચાંદી 41800 રુપિયા પર નજરે પડી રહ્યુ છે.

gold 6

ઘરેલુ બજારમાં મામૂલી તેજી

બજાર સૂત્રોએ જણાવ્યુ કે ઘરેલૂ બજારમાં લગ્નગાળાને માંગ પૂરી કરવા માટે આભૂષણ વિક્રેતાઓની લેવાલી થવાથી ભાવમાં મામૂલી વધારો થયો છે, પરંતુ વિદેશોમાં કમજોરીના વલણના કારણે લાભમાં અંકુશ આવી ગયો.

English summary
Gold Rate up, Know The Price Of Gold In Your City.
Please Wait while comments are loading...