For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Corona Impact: સોનું તોડશે બધા રેકોર્ડ, 82000ને પાર જશે 10 ગ્રામ ગોલ્ડની કિંમત

Corona Impact: સોનું તોડશે બધા રેકોર્ડ, 82000ને પાર જશે 10 ગ્રામ ગોલ્ડની કિંમત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ચીનથી નીકળી કોરોના વાયરસે દુનિયાભરના દેશોને પોતાના લપેટામાં લઈ લીધા છે. કોરોનાના કારણે અમેરિકા જેવો શક્તિશાળી દેશની અર્થવ્યવસ્થા હલી ગઈ છે. વાયરસના સંક્રમણને રોકવા માટે લૉકડાઉન કરવામાં આવ્યું છે. એવામાં વૈશ્વિક ઈકોનોમી ડામાડોળ થઈ ગી છે. વર્તમાનમાં બજારની સ્થિતિ રોકાણકારોને સ્ટૉક અને બોન્ડ્સ તરફથી આકર્ષિત ના કરી શકે. આવી રીતે સુરક્ષિત રોકાણ તરીકે સોનું રોકાણકારોને લોભાવી રહી છે. બેંક ઑફ અમેરિકા સિક્યોરિટીના વૈશ્વિક બજારમાં સોનાની કિંમત 3000 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે. સોનું રોકાણકારોની પહેલી પસંદ બની રહ્યું છે, જે તેની કિંમતમાં રેકોર્ડ ઉછાળના પહેલા કારણ તરકી સામે આવ્યું છે.

સોનાની કિંમતમાં રેકોર્ડ ઉછાળ, કિંમત 82000ને પાર

સોનાની કિંમતમાં રેકોર્ડ ઉછાળ, કિંમત 82000ને પાર

કોરોના વાયરસને કારણે ઘોષિત લૉકડાઉન દરમિયાન ભલે તમે સોના-ચાંદીની ખરીદદારી નથી કરી શકતા, પરંતુ છતાં પણ તેમની કિંમતોમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ગુરુવારે સોનુ ફરીથી 46000ને પાર પહોંચી ગયું છે. આ પાંચમો મોકો હતો જ્યારે સોનાની કિંમત 46000 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. રોકાણના વિકલ્પ તરીકે સ્ટૉક અને બોડ્સની હાજરી બજાર સ્થિતિઓને જોતા રોકાણકારો સોનામાં પૈસા લગાવી રહ્યા છે. સોનાને હંમેશાથી સુરક્ષિત રોકાણ માનવામાં આવી રહ્યું છે.

એક્સપર્ટ્સ શું કહે છે

એક્સપર્ટ્સ શું કહે છે

બેંક ઑફ અમેરિકા સિક્યોરિટીઝના બજાર જાણકારો મુજબ વૈશ્વિક બજારમાં સોનાની કિંમત વર્ષ 2021ના અંત સુધી 3000 ડૉલર પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે. જેને ભારતીય બજારના પરિપેક્ષમાં જોઈએ તો વર્ષ 2021 સુધી સોના બજારમાં સોનાની કિંમત 82000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી જશે. સોનાની કિંમતમાં આ રેકોર્ડ વધારો થશે. ઈતિહાસમાં પહેલો મોકો હશે જ્યારે સોનાની કિંમત 82000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર પહોંચવાની સંભાવના છે. એવામાં સોનામાં રોકાણ કરનારાઓ માટે મોટી ખુશખબરી છે. 1 વર્ષમાં સોનામાં રોકાણથી બેગણો લાભ કમાવવાની ઉમ્મીદ છે.

સોના-ચાંદીની કિંમતમાં તેજી કેમ આવી

સોના-ચાંદીની કિંમતમાં તેજી કેમ આવી

કોરોના વાયરસને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા ચરમ સીમા પર પહોંચી ગઈ છે. એવામાં રોકાણના ખતરાને જોતા રોકાણકારો સુરક્ષિત રોકાણની તલાશ કરી રહ્યા છે. પીળી ધાતુ સોનું હંમેશાથી રોકાણકારો માટે સુરક્ષિત રોકાણ રહ્યું છે. એવામાં રોકાણકારોના ટ્રેન્ડ વધવાથી સોનાની કિંમતમાં તેજી આવી છે. પરંતુ છતાં તેની કિંમતમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસ મહામારીએ દુનિયાભરની અર્થવ્યવસ્થાને ચિંતામાં નાખી દીધી છે. જો કે આની અસર હજી પણ લાંબી થનાર છે. કોરોના અને લૉકડાઉનને કારણે બજારને પાટા પર લાવવામાં સમય લાગશે.

સિગરેટમાં મળતા નિકોટીનથી થશે કોરોનાનો ઈલાજ, જલ્દી શરૂ થશે પરીક્ષણસિગરેટમાં મળતા નિકોટીનથી થશે કોરોનાનો ઈલાજ, જલ્દી શરૂ થશે પરીક્ષણ

English summary
Gold Reach on Record High, may zoom at Rs 82000 per 10 Gram at the end of 2021 for the first time in History.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X