Gold Rate: આ અઠવાડિયે સોના-ચાંદીના ભાવમાં કેટલો વધારો? જાણો લેટેસ્ટ કિંમત
Gold Rate Today 28 December 2025: નવા વર્ષ 2026ના પ્રારંભ પહેલા જ સોના અને ચાંદીના ભાવે રોકાણકારો અને ગ્રાહકોના હોશ ઉડાવી દીધા છે. સ્થાનિક બજારમાં સોનું સતત નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં 24 કેરેટ સોનાના ભાવમાં અંદાજે ₹7,040 અને 22 કેરેટ સોનામાં ₹6,450 નો વધારો ઝીંકાયો છે.

દિલ્હીમાં સોનું ₹1.41 લાખને પાર
28 ડિસેમ્બર 2025ના રોજ દેશની રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,41,370 પ્રતિ 10 ગ્રામના ઓલ-ટાઇમ હાઈ લેવલ પર પહોંચી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 4,530 ડોલર પ્રતિ ઔંસની સપાટી વટાવી ગયો છે, જેની સીધી અસર ભારતીય બજાર પર જોવા મળી રહી છે.
Gold Rate In India: દેશના 10 મુખ્ય શહેરોમાં આજનો સોનાનો ભાવ (28 ડિસેમ્બર, 2025)
🔹 દિલ્હી: 24 કેરેટ - ₹1,41,370 | 22 કેરેટ - ₹1,29,600 | 18 કેરેટ - ₹1,06,028
🔹 મુંબઈ: 24 કેરેટ - ₹1,41,220 | 22 કેરેટ - ₹1,29,450 | 18 કેરેટ - ₹1,05,915
🔹 અમદાવાદ: 24 કેરેટ - ₹1,41,270 | 22 કેરેટ - ₹1,29,500 | 18 કેરેટ - ₹1,05,953
🔹 ચેન્નાઈ: 24 કેરેટ - ₹1,41,220 | 22 કેરેટ - ₹1,29,450 | 18 કેરેટ - ₹1,05,915
🔹 કોલકાતા: 24 કેરેટ - ₹1,41,220 | 22 કેરેટ - ₹1,29,450 | 18 કેરેટ - ₹1,05,915
🔹 હૈદરાબાદ: 24 કેરેટ - ₹1,41,220 | 22 કેરેટ - ₹1,29,450 | 18 કેરેટ - ₹1,05,915
🔹 જયપુર: 24 કેરેટ - ₹1,41,370 | 22 કેરેટ - ₹1,29,600 | 18 કેરેટ - ₹1,06,028
🔹 ભોપાલ: 24 કેરેટ - ₹1,41,270 | 22 કેરેટ - ₹1,29,500 | 18 કેરેટ - ₹1,05,953
🔹 લખનૌ: 24 કેરેટ - ₹1,41,370 | 22 કેરેટ - ₹1,29,600 | 18 કેરેટ - ₹1,06,028
🔹 ચંદીગઢ: 24 કેરેટ - ₹1,41,370 | 22 કેરેટ - ₹1,29,600 | 18 કેરેટ - ₹1,06,028
Silver Price In India Today (28 December 2025): સોનાની સાથે ચાંદીમાં પણ રોકાણકારોને માલામાલ કરી દીધા છે. માત્ર એક અઠવાડિયામાં ચાંદીના ભાવમાં ₹37,000નો જંગી વધારો થયો છે. અત્યારે ચાંદી ₹2,51,000 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. વર્ષ 2025માં ચાંદીએ અત્યાર સુધીમાં 163 ટકા જેટલું બમ્પર વળતર આપ્યું છે.
તેજી પાછળના મુખ્ય કારણો
1. વૈશ્વિક અનિશ્ચિતતા: અમેરિકામાં ફેડરલ રિઝર્વની નીતિઓને લઈને અસમંજસની સ્થિતિ.
2. ડોલરનું મૂલ્ય: ડોલરના મૂલ્યમાં થતી વધઘટ અને સુરક્ષિત રોકાણ (Safe Haven) તરીકે સોનાની વધતી માંગ.
3. MCX રેટ: મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું ₹1,40,000ની ઉપર ટકી રહ્યું છે.
બજારના નિષ્ણાતોના મતે, જો તેજીનો આ દોર ચાલુ રહેશે તો ટૂંક સમયમાં સોનું ₹1,45,000 ની સપાટી પણ વટાવી શકે છે. લગ્નસરાની સિઝન હોવાથી ઘરેણાંની માંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.












Click it and Unblock the Notifications
