લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રિય કર્મચારીઓને ગુડ ન્યુઝ, ડીએમાં ચાર ટકાનો વધારો
લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. સરકારે સરકારી કર્મચારીઓના ડીએમાં 4 ટકાનો વધારો કર્યો છે. આ સાથે જ પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સબસિડી મળતી રહેશે.
કેન્દ્રીય કેબિનેટે સરકારી કર્મચારીઓ માટે ડીએમાં 4 ટકાનો વધારો કર્યો છે. કેન્દ્રીય કેબિનેટે કહ્યું કે 1 જાન્યુઆરી 2024થી સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અને પેન્શનરો માટે ડીએમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આ જાહેરાત કરી.

કેન્દ્રીય કેબિનેટે નાણાકીય વર્ષ 2024-25 માટે પીએમ ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને 300 રૂપિયાની સબસિડી ચાલુ રાખવાની મંજૂરી આપી છે. લાભાર્થીઓને આવતા વર્ષે 31 જાન્યુઆરી 2025 સુધી સબસિડીના નાણાં મળતા રહેશે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ 1 મે 2016ના રોજ ઉજ્જવલા યોજના શરૂ કરી હતી.
આ દરમિયાન મોદી સરકારે આગામી એક વર્ષ માટે ઉજ્જવલા યોજના પર સબસિડીમાં 300 રૂપિયાનો વધારો કર્યો છે. મોદી સરકારની જાહેરાત મુજબ મહિલાઓને 31 માર્ચ 2025 સુધી ઉજ્જવલા યોજના પર સબસિડીનો લાભ મળશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી 10 કરોડ પરિવારોને ફાયદો થશે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન








Click it and Unblock the Notifications
