For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SBI ગ્રાહકો માટે સારા સમાચાર, ATM કાર્ડ વિના કેશ ઉપાડો

દેશની સૌથી મોટી સરકારી બેંક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના ખાતાધારકોને મોટી સુવિધા આપી છે. આ સમાચાર તેમના માટે મોટી રાહત છે.

|
Google Oneindia Gujarati News

દેશની સૌથી મોટી સરકારી બેંક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના ખાતાધારકોને મોટી સુવિધા આપી છે. આ સમાચાર તેમના માટે મોટી રાહત છે. રાહત એટલા માટે કારણ કે જો તમે ભૂલથી તમારૂ એટીએમ કાર્ડ ઘરે ભૂલી જાઓ, તો તમે કોઈપણ ડેબિટ કાર્ડ વગર એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડી શકો છો. દેશની સૌથી મોટી બેંકે તેના ગ્રાહકોને આ વિશેષ સુવિધા આપી છે, જેના હેઠળ તેમને એટીએમ કાર્ડ વગર પૈસા પાછા ઉપાડવાની છૂટ મળે છે. એસબીઆઈએ તેની માહિતી તેના ટ્વિટર એકાઉન્ટ અને વેબસાઇટ પર આપી છે.

આ પણ વાંચો: સારા સમાચારઃ નાના વેપારીઓને મળશે દર મહિને 3 હજારનું પેન્શન

એટીએમ કાર્ડ વિના પૈસા ઉપાડો

એટીએમ કાર્ડ વિના પૈસા ઉપાડો

બેંકે તેમના ખાતાધારકોને આ વિશેષ સુવિધા આપી છે. બેંકે યોનો કેશ સર્વિસ શરૂ કરી દીધી છે. તેની મદદથી બેંકના ખાતાધારક યોનો એપ (YONO Cash) ની મદદથી નાણાં ઉપાડી શકે છે. એસબીઆઈના એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે તમારે ડેબિટ કાર્ડની જરૂર પડશે નહીં. તમે એટીએમ કાર્ડ વિના ફક્ત એસબીઆઈના એટીએમ માંથી રોકડ ઉપાડી શકો છો.

યોનો એપની મદદથી લાભ ઉઠાવો

યોનો એપની મદદથી લાભ ઉઠાવો

જો તમે એસબીઆઈના ગ્રાહક છો અને આ સુવિધાનો લાભ લેવા માંગતા હો, તો તમારે તમારા મોબાઇલમાં યોનો એપ ડાઉનલોડ કરવું પડશે. એપ ડાઉનલોડ કર્યા પછી તમારે 'યોનો કેશ' પસંદ કરવું પડશે. આ પછી, ઉપાડની રકમની લખવાની રહેશે. તે પછી NEXT બટન પર ક્લિક કરવાનું રહેશે. આ પછી, તમને 6-અંકનો ટ્રાન્જેક્શન પિન મળશે.

કેવી રીતે નીકળશે કેશ

કેવી રીતે નીકળશે કેશ

તમને ટ્રાન્ઝેક્શન પિન કોડ મળશે, જેને તમારે યાદ રાખવો પડશે. તમારા ફોન પર એક મેસેજ આવશે, જેમાં એક ટ્રાંઝેક્શન નંબર હશે. પછી તમારે તમારા નજીકના એસબીઆઇ એટીએમ પર જઈને 'યોનો કેશ' વિકલ્પ પસંદ કરવાનો છે. ત્યાં એસએમએસ દ્વારા પ્રાપ્ત થયેલ ટ્રાન્ઝેક્શન નંબર નાખવાનો છે. તે પછી, તમારે વિડ્રોલની રાશિ ભરવાની છે, પછી તમારે યોનો એપમાં મળેલો 6 અંકનો પિન દાખલ કરવો પડશે. આ કર્યા પછી તમારી રોકડ નીકળી જશે. તમને જણાવી દઈએ કે આ સ્કીમ દ્વારા, તમે એક સમયે માત્ર રૂ. 10,000 જ ઉપાડી શકો છો. ટ્રાંઝેક્શન કોડ જનરેટ થયાના 30 મિનિટની અંદર ટ્રાન્જેક્શન કરી લેવાનું રહેશે.

English summary
Good news for SBI customers, take cash from ATMs without ATM cards
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X