For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Must Know: હવે રેશનિંગની દુકાને બનાવી શકશો પાન કાર્ડ અને પાસપોર્ટ, બિલ ચૂકવણીની પણ સુવિધા

કેન્દ્ર સરકારે મોટી પહેલ હેઠળ રેશનિંગની દુકાનોને ઈ ગવર્નન્સ સર્વિસ સાથે જોડવાની કોશિશ કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારે મોટી પહેલ હેઠળ રેશનિંગની દુકાનોને ઈ ગવર્નન્સ સર્વિસ સાથે જોડવાની કોશિશ કરી છે. જે હેઠળ લોકોને યોગ્ય દરે દુકાન ડીલરો પાસે હવે પાસપોર્ટ અને પાન કાર્ડનુ આવેદન કરવાની સુવિધા મળશે. સરકારની આ કોશિશથી રેશનિંગની દુકાનોની આવક વધશે એટલુ જ નહિ પરંતુ લોકોને પાસપોર્ટ અને પાન કાર્ડ જેવા દસ્તાવેજો માટે સરકારી કાર્યાલયોના ચક્કર નહિ કાપવા પડે.

ration card

સરકારનુ મોટુ પગલુ

સરકાર લોકો માટે જલ્દી આ સુવિધાજનક પગલુ લેવા જઈ રહી છે. જે હેઠળ લોકોએ પોતાના ઘરના પડોશની સસ્તા દરની દુકાન કે રેશનિંગની દુકાનો પર કૉમન સર્વિસ સેન્ટર્સની સુવિધા મળશે. આના માટે ગ્રાહક બાબતો, ખાદ્ય તેમજ સાર્વજનિક વિતરણ મંત્રાલય અંતર્ગત આવતા ખાદ્ય તેમજ સાર્વજનકિ વિતરણ પ્રણાલીને ઈ ગવર્નન્સ સર્વિસ સાથે જોડવામાં આવી રહ્યુ છે. એટલે કે તમને રેશનિંગની દુકાન પર સસ્તા દરના ચોખા-ખાંડ જેવા ખાદ્ય પદાર્થો ઉપરાંત પાન કાર્ડ અને પાસપોર્ટના આવેદનની સુવિધા પણ મળશે. તમે સરળતાથી અહીં પોતાના બિલ જેવા કે વિજળી-પાણી વગેરેની ચૂકવણી કરી શકશો.

જો કે ડીલર્સ પોતાના સેન્ટર પર સીએમસીની સુવિધા રાખવા માંગે છે કે નહિ એ તેની સ્વેચ્છા પર નિર્ભર રહેશે. કહેવામાં આવી રહ્યુ છે કે સસ્તા દરની રેશનિંગની દુકાનો પર લોકોને પાન કાર્ડ, પાસપોર્ટ જેવા આવેદનો ઉપરાંત ચૂંટણી પંચ સાથે જોડાયેલી સેવાઓ પણ મળશે. આગામી વિધાનસભા ચૂંટણીમાં આનો મોટાપાયે ઉપયોગ થઈ શકશે.

English summary
Good News: Now you can apply for passport, PAN, Aadhaar card at Ration Shop, Pay electricity and water bill
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X