ગૂગલે ભારતીયો માટે શરૂ કરી આ ખાસ સેવા, મળશે બધાને લાભ!

Posted By:
Subscribe to Oneindia News

ભારતના દરેક નાગરિક સુધી પહોંચવાના પ્રયાસ કરતી ગૂગલે આજે દિલ્હીમાં ભારતીય ભાષાઓ માટે એક નવા પ્રોડક્ટ અને ફિચર્સની જાહેરાત કરી છે. આ જાહેરાત મુજબ ઇન્ડિયન લેંગવેજ-ડિફાઇનિંગ ઇન્ડિયાઝ ઇન્ટરનેટ શીર્ષક સાથે ગૂગલ અને કેપીએમજીની એક સંયુક્ત રિપોર્ટ જાહેર કરી છે. આજથી ગૂગલ ટ્રાંસલેટ ગૂગલની નવી ન્યૂરલ મશીન ટ્રાંસલેશન ટેકનીકનો ઉપયોગ કરશે. જે હેઠળ ગૂગલ અંગ્રેજી અને ભારતની 9 ભાષાઓ વચ્ચે ટ્રાંસલેશનની સુવિધા આપશે.

google

ગૂગલ અંગ્રેજી અને અન્ય 9 ભાષામાં હિંદી, બંગાળી, મરાઠી, તેલુગુ, ગુજરાતી, પંજાબી, મલયાલમ અને કન્નડ વચ્ચે ટ્રાંસલેશનની સુવિધા આપશે. ન્યૂરલ ટ્રાંસલેશન ટેકનિક જૂની ટેકનિક કરતા સારું કામ કરશે. ગૂગલની જાહેરાત મુજબ ન્યૂરલ મશીન ટ્રાંસલેશન ટેકનિકનો પહેલા ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આવતા ઓટો ટ્રાંસલેટ ફંકશનમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેના લીધે ભારતીય લોકો ઇન્ટનેટ પર મળતા કોઇ પણ પેજને કુલ 9 ભાષામાં જોઇ શકશે.

આ નવી ટ્રાંસલેશન સુવિધા તમામ યુઝર્સ માટે ગૂગલ સર્ચ અને મેપમાં પણ ઉપલબ્ધ રહેશે. ટ્રાંસલેશનની આ સુવિધા ડેસ્કટોપ અને મોબાઇલ બન્ને પર મળશે. નોંધનીય છે કે ગૂગલના ભારતમાં લગભગ 23.4 કરોડડ યૂઝર છે. અને તે ભારતીય ભાષાઓનો ઇન્ટરનેટ માટે મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે. તેનાથી વિરુદ્ધ ખાલી 17.5 કરોડ લોકો જ અંગ્રેજી ભાષાનો ભારતમાં ઉપયોગ કરે છે.

English summary
Google launches Indian language support across products. Read here more.
Please Wait while comments are loading...