ગૂગલે તેના યુઝર્સને આપી સલાહ, ડેટા પર નિયંત્રણ રાખવાની અપીલ
ગૂગલ (Google) તેના ભારતીય યુઝર્સને સુરક્ષિત રીતે ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટેના ઘણા સરળ ઉપાય બતાવવા જઈ રહ્યું છે.
ગૂગલ (Google) તેના ભારતીય યુઝર્સને સુરક્ષિત રીતે ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટેના ઘણા સરળ ઉપાય બતાવવા જઈ રહ્યું છે. આમાં મોબાઇલની સ્ક્રીનને લૉક કરવી, મજબૂત પાસવર્ડ બનાવવો વગેરે સામેલ છે. જી હા, ગૂગલે માહિતી આપી છે કે સ્માર્ટફોન વપરાશકર્તાઓ તેમના ફોન સ્ક્રીન પર યૂનિક પાસવર્ડ મૂકીને અને એપ્લિકેશનને આપેલી પરમિશન પર ટેબનો ઉપયોગ કરીને ઓનલાઇન સેફ રહી શકે છે.
જણાવી દઈએ કે આ સૂચનો Google ની નવી ઝુંબેશ 'સિક્યોરિટી ચેક કિયા' (#SecurityCheckKiya) નો ભાગ છે. આ ઝુંબેશ દ્વારા, ગૂગલે વપરાશકર્તાઓને તેમના ડેટા ઉપર નિયંત્રણ રાખવા માટે અપીલ કરી છે. આ ઝુંબેશ 5 મી ફેબ્રુઆરીના રોજ સલામત ઇન્ટરનેટ ડે (Safer internet day) ના પ્રસંગે શરૂ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી પહેલા ગૂગલે નવી એડ પોલિસી બનાવી

ડેટા સતત અને આપમેળે સુરક્ષિત રાખવા માટેના પ્રયત્નો
ગૂગલ ઇન્ડિયાની ડિરેક્ટર, ટ્રસ્ટ એન્ડ સેફ્ટી સુનિતા મોહંતીએ બ્લોગમાં જણાવ્યું હતું કે ટેક્નોલોજી આપણી જીંદગી, કામ કરવાની અને રમવાની રીત બદલી રહી છે. આમાં વપરાશકર્તાઓ એ જાણવા માંગે છે કે વેબ પર સેફટી સુનિશ્ચિત કરવા શું બેસ્ટ રહેશે. ગૂગલ સ્ટ્રોંગ સિક્યોરિટી પ્રોટેકશન સાથે પ્રોડક્ટ બનાવે છે જેથી વપરાશકર્તાઓનો ડેટા સતત અને આપમેળે સુરક્ષિત થઈ શકે. ભારત વિશ્વનો બીજો સૌથી વધુ ઇન્ટરનેટ યૂજર્સવાળો દેશ છે.

એકાઉન્ટની તપાસ કરતા રહો
તેમણે જણાવ્યું હતું કે જ્યારે યુઝર્સ થર્ડ પાર્ટી એપ્સ સાઇટ્સ અથવા એપ્સના ઍક્સેસ ગ્રાન્ટ કરે છે ત્યારે અમને ખબર પડી જાય છે. પરંતુ વપરાશકર્તાઓ તે કઈ માહિતી આપી રહ્યાં છે તે સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. એ વાતથી અવગત કરાવી દઈએ કે તે મહત્વપૂર્ણ છે કે વપરાશકર્તાઓ તેમના ડેટાની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે તેમના Google એકાઉન્ટનું હેલ્થ ચેકઅપ કરે

ફેસબુક પર 3 વર્ષમાં 25 કરોડ ડુપ્લીકેટ એકાઉન્ટ બન્યા
ફેસબુક તેની તાજેતરની વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું છે કે હવે વિશ્વભરમાં તેમના 232 કરોડ યુઝર્સ થઇ ગયા છે. પરંતુ, પ્લેટફોર્મ પર ડુપ્લિકેટ એકાઉન્ટ્સની સંખ્યા પણ છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણ ગણી વધી છે.
આ સમય દરમિયાન ફેસબુક પર 25 કરોડ ડુપ્લિકેટ એકાઉન્ટ્સ બનાવવામાં આવ્યા છે. ફેસબુકએ કહ્યું છે કે તેના માસિક એક્ટિવ યુઝર્સમાં 11% ડુપ્લિકેટ એકાઉન્ટ ધરાવતા યુઝર્સ છે. 2015 માં આ આંકડો 5% જ હતો. આ સમય દરમિયાન, ઓવરઓલ યુઝર્સની સંખ્યા 159 કરોડથી વધીને 232 કરોડ થઈ છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી








Click it and Unblock the Notifications
