For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા ચૂંટણી પહેલા ગૂગલે નવી એડ પોલિસી બનાવી

લોકસભા ચૂંટણી પહેલા ગૂગલ પોતાની એડ પોલિસીમાં એક મોટો બદલાવ કરવા જઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી પહેલા ગૂગલ પોતાની એડ પોલિસીમાં એક મોટો બદલાવ કરવા જઈ રહી છે. જેના અનુસાર હવે દેશની રાજનૈતિક પાર્ટીઓ પોતાની એડ આપતા પહેલા તેમને આ સર્ચ એન્જીન પ્લેટફોર્મ પર કેટલીક જાણકારીઓ આપવી પડશે. આ નવી પોલિસી અનુસાર હવે કોઈ પણ રાજનૈતિક પાર્ટીને ગૂગલ પર પોતાની એડ આપતા પહેલા ભારતીય ચૂંટણી આયોગનું પ્રિ-સર્ટિફિકેટ બતાવવું પડશે. રાજનૈતિક પાર્ટીના સર્ટિફિકેટ વેરીફાઈ કર્યા પછી જ ગૂગલ તેના પ્લેટફોર્મ પર એડ ચલાવશે. ગૂગલની આ નવી પોલિસી આવતા મહિને 14 ફેબ્રુઆરી દરમિયાન ભારતમાં લાગુ થઇ જશે.

એડમાં થતા ખર્ચ વિશે જાણકારી મળશે

એડમાં થતા ખર્ચ વિશે જાણકારી મળશે

ગૂગલના વેરિફિકેશન પછી હવે યુઝર માટે પણ જાણવું સરળ બની જશે કે કઈ પાર્ટી જાહેરાત માટે કેટલો ખર્ચ કરે છે. ઓનલાઇન ચૂંટણી જાહેરાતોમાં પારદર્શિતતા લાવવા માટે ગૂગલ પોલિટિકલ ઍડ્વાઇઝિંગ ઇન્ફોરમેશન રિપોર્ટ અને પોલિટિકલ એડ લાઈબ્રેરી પણ રજુ કરશે, જેથી મોટા સ્તરે રાજનૈતિક પાર્ટીઓને જાહેરાત પાછળ થતા ખર્ચ વિશે જાણકારી મળશે.

ઓનલાઇન ચૂંટણી જાહેરાતોમાં પારદર્શિતતા લાવવા

ઓનલાઇન ચૂંટણી જાહેરાતોમાં પારદર્શિતતા લાવવા

ધ્યાન આપવા જેવી બાબત છે કે અમરિકામાં ગયા વર્ષે ગૂગલે પોલિટિકલ એડ લાઈબ્રેરી શરુ કરી હતી જેથી જાહેરાતોમાં પારદર્શિતતા આવી શકે. નવા નિયમો અને શરતો વિશે જાહેરાત કરતા ગૂગલે જણાવ્યું કે તેમનો ઈરાદો ઓનલાઇન ચૂંટણી જાહેરાતોમાં પારદર્શિતતા લાવવા અને વોટરોને ચૂંટણી સાથે જોડાયેલી જાણકારી આપવાનો છે. આપને જણાવી દઈએ કે આ મહિને ટ્વિટરે પણ આવી જ જાહેરાત કરી છે જેથી તેમના પ્લેટફોર્મ પર એક નવું ડેશબોર્ડ જોવા મળશે જ્યાં રાજનૈતિક પાર્ટીઓના જાહેરાતનો ખર્ચ મળી જશે.

સરકાર સોશ્યિલ મીડિયાને ચેતવણી આપી ચુકી છે

સરકાર સોશ્યિલ મીડિયાને ચેતવણી આપી ચુકી છે

લોકસભા ચૂંટણી પહેલા જ સરકારે બધા જ સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મને ચેતવણી આપતા કહ્યું છે કે ચૂંટણી પ્રક્રિયામાં અડચણ ઉભી કરનાર બધા જ લોકો પર સખત કાર્યવાહી કરવામાં આવશે. ફેસબુકે પણ ગયા વર્ષે ડિસેમ્બરમાં કહ્યું હતું કે આવનારી ચૂંટણીમાં ઓનલાઇન જાહેરાતો પહેલા રાજનૈતિક પાર્ટીએ યુઝર સામે પોતાની આઇડેન્ટિટી અને લોકેશન વિશે જણાવવું પડશે.

English summary
Google Promises Transparency In Election, Political Ads On Its Platforms
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X