For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Google તમારા Online Purchase History પર નજર રાખે છે, શું તમે જાણો છો?

Google તમારા વ્યક્તિગત મેઇલ એકાઉન્ટ પર મોકલેલી ખરીદીની રસીદ દ્વારા તમારા દ્વારા કરવામાં આવેલી દરેક ઑનલાઇન ખરીદી પર નજર રાખે છે.

|
Google Oneindia Gujarati News

તમને જાણીને આશ્ચર્ય થશે કે Google તમારી દરેક ખરીદીઓ પર નજર રાખે છે. જી હા, Google તમારા વ્યક્તિગત મેઇલ એકાઉન્ટ પર મોકલેલી ખરીદીની રસીદ દ્વારા તમારા દ્વારા કરવામાં આવેલી દરેક ઑનલાઇન ખરીદી પર નજર રાખે છે. આજકાલ લોકો ડિજિટલ વર્લ્ડમાં પ્રાઇવેસી વિશે જાગૃત થઈ રહ્યાં છે. તે માટે ઘણા માર્ગો પણ અપનાવે છે. પરંતુ શું તમે જાણો છો કે Google 24 કલાક તમારી દેખરેખ રાખે છે?

Google

જાણકારી આપી દઈએ કે CNBC ની રિપોર્ટ અનુસાર, ખરીદીની રસીદ વપરાશકર્તાને એક વ્યક્તિગત વેબ ટૂલ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કંપનીનો દાવો છે કે તે તમારા ડેટાને સુરક્ષિત કરે છે. સાથે તે પણ કહેવામાં આવે છે કે તે વ્યક્તિગત જાહેરાત ટ્રેકિંગ માટે માહિતીનો ઉપયોગ કરતું નથી. જોકે, વર્ષ 2017 માં, ગૂગલે કહ્યું હતું કે તે જાહેરાતો માટે વપરાશકર્તાઓના Gmail મેસેજીસમાંથી ડેટા એકત્રિત કરવાનું બંધ કરશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે વપરાશકર્તાની ખરીદી, બુકિંગ અને સબ્સ્ક્રિપ્શન્સનની જાણકારી અને તેમને ટ્રેક કરવા માટે એક ખાનગી ગંતવ્ય બનાવવામાં આવ્યું છે, જે ફક્ત વપરાશકર્તા દ્વારા જ જોઈ શકાય છે.

વપરાશકર્તાઓ આ માહિતીને ડીલીટ પણ કરી શકે છે

આ સાથે, ગૂગલે એમ પણ કહ્યું કે વપરાશકર્તા કોઈપણ સમયે આ માહિતીને ડીલીટ કરી શકે છે. તમારા જીમેઇલ મેસેજનો ઉપયોગ જાહેરાતો માટે થતો નથી. જો કે, કંપનીએ કહ્યું ન હતું કે આ ટૂલ કેટલો સમય સક્રિય રહેશે. તો 14 મી મેના રોજ, કંપનીએ જાહેરાત કરીને જણાવ્યું કે હવે તે જાહેરાતોને તેના હોમપેજ પર પ્રદર્શિત કરવાની મંજૂરી આપશે. આ જાહેરાત હોમપેજના ડિસ્કવર વિભાગમાં દેખાશે. ગૂગલે તેના Gallery ads ફીચર્સમાં સર્ચ રિઝલ્ટ તરીકે 8 ફોટાઓ સુધી શોધ પરિણામોમાં જાહેરાતો પ્રદાન કરવાની પણ પ્લાનિંગ કરી રહી છે. આ સાથે, જાહેરાતો Google શોપિંગ હોમપેજ પર પણ દેખાશે, જેને વપરાશકર્તાઓ વ્યક્તિગત અને ફિલ્ટર કરી શકશે.

English summary
Google Tracking Your Online Purchase History
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X