For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારી બેંકિંગ સ્ટોક્સમાં 30થી 50 ટકાનો કડાકો, હવે રોકાણ કરાય?

|
Google Oneindia Gujarati News

શેરબજારની ગતિવિધિથી સતત અવગત રહેલા લોકોને ચોક્કસ ધ્યાનમાં હશે કે ભારતમાં લોકસભાની ચૂંટણી પહેલા કેટલાક ખાસ બેંકિંગ, ઇન્ફ્રાસ્ટ્ર્કચર અને મેટલ સ્ટોક્સ રોકાણકારોના અતિ પ્રિય સ્ટોક્સ હતા. ચૂંટણી પૂરી થતા જ તેમાં કોઇ લેવાલ રહ્યા નથી.

કેટલાક ખાસ શેરોમાં 30થી 50 ટકા સુધીનો કડાકો જોવા મળ્યો હતો. કેન્દ્રમાં સ્થિર સરકાર આવવા છતાં આ ઘટાડો નોંધાયો છે. આ ઉપરથી સ્પષ્ટ થઇ જાય છે કે રોકાણકારો માત્ર સ્થિર સરકાર અને ફાયદાકારક આર્થિક નીતિઓના દમ પર સ્ટોક્સમાં રોકાણ કરવાનું જોખમ લેતા નથી.

અહીં અમે એવા કેટલાક સ્ટોક્સની વાત કરી છે જેમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં અચાનક ઘટાડો નોંધાયો છે. સરકારી બેંકોમાં અનેક સુધારા થવાની શક્યતાઓ વ્યક્ત થઇ રહી છે ત્યારે રોકાણકારોએ રિયાલિટી ચેક કરીને તેની વાસ્તવિક સ્થિતિ બહાર લાવી છે.

ચાલો છેલ્લા ત્રણ મહિનામાં પછડાટ ખાનારા સરકારી બેંક સ્ટોક્સની વિગતો જોઇએ...

IDBI બેંક

IDBI બેંક


જુલાઇ, 2014ના પ્રારંભમાં IDBI બેંકનો શેર રૂપિયા 110ના ભાવે ટ્રેડ થઇ રહ્યો હતો. હવે તે રૂપિયા 60ના ભાવે ટ્રેડ થઇ રહ્યો છે. તેમાં ત્રણ મહિનામાં 45 ટકાનો કડાકો જોવાયો છે. તેનું મુખ્ય કારણ કોલસા બ્લોકની ફાળવણી છે.

સિનિડિકેટ બેંક

સિનિડિકેટ બેંક


સિન્ડિકેટ બેંકના શેર જુલાઇ, 2014માં રૂપિયા 177ના ભાવે ટ્રેડ થઇ રહ્યા હતા. જે આજે રૂપિયા 108ના ભાવે ટ્રેડ થાય છે. આમ થવાનું કારણે તેના ચેરમેનનું લાંચ કેસમાં ઝડપાઇ જવું માનવામાં આવે છે.

IOB

IOB


IOB - ઇન્ડિયન ઓવરસીઝ બેંકના શેરો છેલ્લા કેટલાક મહિનામાં રૂપિયા 85ની સપાટીથી ઘટીને રૂપિયા 56ની સપાટીએ આવી પહોંચ્યા છે. કારણ કે બેંકની નોન પરફોર્મિંગ એસેટ વધારે છે.

ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ

ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ


ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સના શેર્સ માં છેલ્લા ત્રણ મહિનામાં 30 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ પાછળનું મુખ્ય કારણ નોન પરફોર્મિંગ એસેટ્સ માનવામાં આવે છે.

અન્ય કઇ બેંકોના શેર્સ તૂટ્યા?

અન્ય કઇ બેંકોના શેર્સ તૂટ્યા?


છેલ્લા ત્રણ મહિનાઓમાં જે બેંકોના શેર્સમાં કડાકો બોલ્યો છે તેમાં કેનેરા બેંક, યુકો બેંક, દેના બેંક અને અન્યનો સમાવેશ થાય છે.

કયા શેર્સ ટકી રહ્યા?

કયા શેર્સ ટકી રહ્યા?


બેંક શેરોમાં કડાકા છતાં બેંક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેંક જેવા શેરોએ પ્રમાણમાં ઓછું નુકસાન કર્યું હતું.

હવે, બેંકિંગ સ્ટોક્સમાં રોકાણ કરવું જોઇએ?

હવે, બેંકિંગ સ્ટોક્સમાં રોકાણ કરવું જોઇએ?


આગામી મહિનાઓમાં બેંકિંગ સ્ટોક્સમાં વધારે ઘટાડો જોવા મળશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. જો કે આગામી સમયમાં બીજા 10 ટકાનો ઘટાડો નોંધાય તો તેમાં ભવિષ્યમાં ઊંચું વળતર જોતા ખરીદવાની સારી તક ઉભી થઇ શકે છે.

English summary
Govt banking stocks crash 30-50%; Are markets finally doing a reality check?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X