For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકાર પરનું દેવું 1 ટકા વધીને 147.19 લાખ કરોડ થયું

30 સપ્ટેમ્બરના રોજ દેશનું વિદેશી મુદ્રા ભંડાર 532.66 બિલિયન ડોલર હતું. આ અગાઉ 24 સપ્ટેમ્બર, 2021ના રોજ તે 638.64 બિલિયન ડોલર હતું. તેની સરખામણીમાં વિદેશી મુદ્રા ભંડાર હજૂ પણ 105.98 બિલિયન ડોલરથી ઓછો છે.

|
Google Oneindia Gujarati News

સરકારનું કુલ દેણું એટલે કે દેવું ચાલુ વર્ષ નાણાકીય વર્ષની બીજી ત્રિમાસિક એક ટકા વધીને 147.19 લાખ કરોડ રૂપિયા પહોંચી ગયું છે. જૂન ત્રિમાસિકમાં આ 145.72 લાખ કરોડ હતું. નાણાકીય મંત્રાલયની મંગળવારના રોજ જાહેર જાહેર દેવું વ્યવસ્થાપન અહેવાલ અનુસાર, સપ્ટેમ્બર અંતમાં જાહેર દેવું કુલ જવાબદારી 89.1 ટકા પર પહોંચી ગઇ છે.

government Debt

જૂન ત્રિમાસિકમાં આ 88.3 ટકા હતું. અંદાજે 29.6 ટકા સરકારી સિક્યોરિટીઝ (નિશ્ચિત અથવા ચલ વ્યાજ) પાંચ વર્ષથી ઓછા સમયગાળામાં પાકવાની(મેચ્યોર) થવાની છે.

92,371.15 કરોડ પરત મળ્યા

92,371.15 કરોડ પરત મળ્યા

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બીજા ક્વાર્ટરમાં સરકારે સિક્યોરિટીઝ દ્વારા 4.06 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. ક્રેડિટ પ્રગ્રામ હેઠળસૂચિત રકમ 4.22 લાખ કરોડ હતી.

આવા સમયે, 92,371.15 કરોડ પરત મળ્યા હતા. આ ઉપરાંત 2022-23ના બીજા ક્વાર્ટરમાં વેઇટેડએવરેજ યીલ્ડ પ્રથમ ક્વાર્ટરમાં 7.23 ટકાથી વધીને 7.33 ટકા થઈ હતી.

  • પ્રથમ ક્વાર્ટરમાં જવાબદારી રૂપિયા 145.72 લાખ કરોડ હતી
  • સરકાર સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન કેશ મેનેજમેન્ટ બિલ દ્વારા કોઈ રકમ એકત્ર કરી શકી નથી
  • આરબીઆઈએ સરકારી સિક્યોરિટીઝ માટે કોઈ ઓપન માર્કેટ કામગીરી હાથ ધરી નથી.
વિદેશી વિનિમય અનામત : હજૂ પણ 105.98 બિલિયન ડોલરની અછત

વિદેશી વિનિમય અનામત : હજૂ પણ 105.98 બિલિયન ડોલરની અછત

30 સપ્ટેમ્બરના રોજ દેશનું વિદેશી મુદ્રા ભંડાર 532.66 બિલિયન ડોલર હતું. આ અગાઉ 24 સપ્ટેમ્બર, 2021ના રોજ તે 638.64 બિલિયન ડોલર હતું. તેની સરખામણીમાં વિદેશી મુદ્રા ભંડાર હજૂ પણ 105.98 બિલિયન ડોલરથી ઓછો છે.

રૂપિયો : ડોલર સામે 3.11 ટકા તૂટ્યો

રૂપિયો : ડોલર સામે 3.11 ટકા તૂટ્યો

સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન ડોલર સામે રૂપિયો 3.11 ટકા નબળો પડ્યો હતો. 1 જુલાઈ, 2022ના રોજ, ડોલર સામે રૂપિયાનું મૂલ્ય 79.09હતું, જ્યારે 30 સપ્ટેમ્બર, 2022ના રોજ, મૂલ્ય ઘટીને 81.55 થઈ ગયું હતું.

English summary
government Debt increased by 1 percent to Rs 147.19 lakh crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X