ભારત સરકાર 20 જેટલી કિંમતી ધાતુઓના બ્લોક્સની હરાજી કરશે

ભારત સરકાર બહુ જલ્દી 20 જેટલી કિંમતી ધાતુઓની હરાજી કરવા જઈ રહી છે. આ ધાતુઓમાં ગ્રેફાઈટ અને લિથિયમ જેવી ધાતુઓ સામેલ છે.

કેન્દ્ર સરકાર આગામી બે સપ્તાહમાં દેશની 20 આવશ્યક ખનિજ બ્લોકની હરાજી કરવા જઈ રહી છે. સરકાર આ સમયમાં વિવિધ કંપનીઓ પાસેથી બિડ મંગાવશે.

Mineral Block

આ બાબતે ખાણ સચિવ વી કાંતા રાવે માહિતી આપી હતી. આ ખાણોમાં લિથિયમ અને ગ્રેફાઇટની ઘણી ખાણોનો સમાવેશ થાય છે. ગયા મહિને ભારત સરકારે લિથિયમ અને નિઓબિયમ માટે પ્રત્યેક ત્રણ ટકા અને દુર્લભ પૃથ્વી તત્વો માટે એક ટકાના રોયલ્ટી દરને મંજૂરી આપી છે.

મહત્વપૂર્ણ ખનિજોમાં એ ખનિજોનો સમાવેશ થાય છે જે દેશના આર્થિક વિકાસને વેગ આપવા અને તેની સુરક્ષા માટે આવશ્યક માનવામાં આવે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં સમગ્ર વિશ્વ ગ્રીન એનર્જી તરફ આગળ વધ્યુ છે ત્યારે ભારત સરકારે 2070 સુધીમાં ઝીરો કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ સાથે ઇલેક્ટ્રિક વાહનોની વધતી માંગને કારણે લિથિયમ અને રી જેવા ખનિજોની માંગ પણ નોંધપાત્ર રીતે વધી રહી છે.

જણાવી દઈએ કે, હાલ દેશમાં માત્ર 10 થી 12 કંપનીઓ પાસે જ મહત્વપૂર્ણ ખનિજોનું ઉત્પાદન અને પ્રક્રિયા કરવાની ટેક્નોલોજી છે.

આ હરાજીની જાહેરાત બાદ એક વર્કશોપનું પણ આયોજન કરવામાં આવનાર છે. આ વર્કશોપમાં મહત્વના ખનીજોના ખાણકામ અને પ્રોસેસિંગ માટે રાષ્ટ્રીય સ્તરની વ્યૂહરચના બનાવાશે. જેથી આ ખનિજોનો બગાડ કર્યા વિના યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય.

લિથિયમનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનો માટે બેટરી બનાવવા માટે થાય છે. લિથિયમ વિના કોઈપણ બેટરી બનાવવી મુશ્કેલ કામ છે. તેથી જ ઇલેક્ટ્રિક વાહનની બેટરી બનાવવા માટે લિથિયમ એ સૌથી મહત્વપૂર્ણ કાચો માલ છે.

આ જ કારણે ભારત સરકાર માટે લિથિયમનો પુરવઠો સુરક્ષિત કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સરકાર આ માટે ઘણા રસ્તાઓ શોધી રહી છે. આ વર્ષની શરૂઆતમાં જમ્મુ અને કાશ્મીરમાં 59 લાખ ટનની ક્ષમતા ધરાવતો દેશનો પ્રથમ લિથિયમ ભંડાર મળી આવ્યો છે.

ભારત સરકારે વર્ષ 2019માં મિનરલ બિદેશ ઈન્ડિયા લિમિટેડની રચના કરી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત દ્વારા ઉપયોગ માટે વિદેશી વ્યૂહાત્મક ખનિજોની ઓળખ કરવાનો છે. ખનિજોની ઓળખ પછી આ સંસ્થા પર અધિગ્રહણ અને પ્રક્રિયાની પણ જવાબદારી છે.

ભારત વધતી અર્થવ્યવસ્થા અને વિશાળ વસ્તી ધરાવતો દેશ હોવાથી વિશ્વના ટોચના ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જકોમાંનો એક છે. આ ખૂબ જ ચિંતાનો વિષય છે. આનાથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સર્જાય છે. આને ધ્યાનમાં રાખીને ભારતે તાજેતરમાં ચિલી, આર્જેન્ટિના અને ઓસ્ટ્રેલિયા જેવા ઘણા ખનિજ સમૃદ્ધ દેશો પાસેથી દુર્લભ ખનિજો ખરીદવા માટે કરાર કર્યા છે.

ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોનો વધારો આનું જ એક મોટું કારણ છે. ભારતની વસ્તીના કારણે આ વાહનોનો વપરાશ વધુ છે. જેના કારણે લિથિયમ આયન બેટરી બનાવવામાં વપરાતા લિથિયમ, કોબાલ્ટ અને નિકલ જેવા અન્ય તત્વોની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે.

આ ખનિજોનો ઉપયોગ કરીને ઉત્પન્ન થતી ઊર્જા પ્રદૂષણના સ્તરને ઘણી હદ સુધી ઘટાડી શકે છે, જ્યારે તે પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં પણ નોંધપાત્ર ઘટાડો કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X