આનંદો! પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો
નવી દિલ્હી, 16 ડિસેમ્બર: આ સમાચાર વાંચીને આપ ચોક્કસ આનંદીત થઇ ઉઠશો. હા, એકવાર ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. પેટ્રોલની કિંમતમાં ઘટાડો થયો છે. પેટ્રોલની કિંમતમાં 2.45 રૂપિયા અને ડિઝલ 2.25 રૂપિયા પ્રતિ લીટર ઓછું થઇ ગયું છે.

વૈશ્વિક બજારમાં ઓઇલના ભાવમાં ઘટાડાના પગલે ઓઇલ કંપનીઓએ ડિઝલની કિંમતોમાં ઉપરોક્ત ઘટાડાની જાહેરાત કરી છે. આ પહેલા પણ બે વખત કંપનીઓએ ભાવની સમીક્ષા નથી કરી. તે સમયે સરકારે વધારે મહેસૂલ એકત્રિત કરવા માટે ઉત્પાદ શુલ્કમાં વધારો કરી દીધો. પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં થયેલા આ ઘટાડા બાદ પેટ્રોલ અને ડિઝલની કિંમતો 4 વર્ષના સૌથી નીચલા સ્તર પર છે.












Click it and Unblock the Notifications
