For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GST કલેક્શન બીજા ક્રમે છે ગુજરાત, 8,400 કરોડનું કલેક્શન

કાચા માલના વધતા ખર્ચ, મોંઘી કોમોડિટીઝ અને તહેવારોની સિઝન દરમિયાન માગમાં વધારો થવાને કારણે, નવી કર વ્યવસ્થાના અમલ બાદ ઓક્ટોબર 2021માં ગુજરાતનું GST કલેક્શન રૂપિયા 8,497 કરોડની સર્વકાલીન ઉંચી સપાટીએ હતું.

|
Google Oneindia Gujarati News

અમદાવાદ: કાચા માલના વધતા ખર્ચ, મોંઘી કોમોડિટીઝ અને તહેવારોની સિઝન દરમિયાન માગમાં વધારો થવાને કારણે, નવી કર વ્યવસ્થાના અમલ બાદ ઓક્ટોબર 2021માં ગુજરાતનું GST કલેક્શન રૂપિયા 8,497 કરોડની સર્વકાલીન ઉંચી સપાટીએ હતું.

state finance department

ઓક્ટોબર 2020માં ટેક્સ વસૂલાત વાર્ષિક ધોરણે 25 ટકા વધી હતી, જે ઓક્ટોબર 2020 માં રૂપિયા 6,797 કરોડ હતી. ગુજરાતમાં બીજા ક્રમે સૌથી વધુ GST કલેક્શન હતું, જે મહારાષ્ટ્રથી પાછળ છે, જ્યાં ઓક્ટોબરમાં ટેક્સ મોપ-અપ રૂપિયા 16,355 કરોડ હતો.

રાજ્યના નાણા વિભાગના મુખ્ય સચિવ જેપી ગુપ્તાએ જણાવ્યું હતું કે, "તહેવારોની સિઝનને કારણે અને દિવાળી સુધીના સમયમાં માગમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે તમામ ક્ષેત્રોમાં વેચાણમાં સુધારો થયો છે. આવા સમયે, અમુક ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે વેચાણનું ટર્નઓવર પણ વધ્યું છે. જેના પરિણામે કર વસૂલાતનો આંકડો વધ્યો છે"

કેન્દ્રીય નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, સેમી-કંડક્ટરના પુરવઠામાં વિક્ષેપને કારણે કાર અને અન્ય ઉત્પાદનોના વેચાણને અસર ન થઈ હોત તો આવક હજૂ પણ વધુ થઇ હોત.

ગુજરાતમાં સપ્ટેમ્બરના રૂપિયા 7,780 કરોડ સામે જીએસટી કલેક્શન 9.2 ટકા વધ્યું છે. ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં સ્ટેટ GST (SGST) કલેક્શનમાં પણ 40 ટકા વધારો થયો છે. રાજ્ય સરકારના ડેટા મુજબ, SGST કલેક્શન આ વર્ષે ઓક્ટોબરમાં રૂ. 3,821 કરોડ હતું જે ગત વર્ષના સમાન મહિનામાં રૂપિયા 2,731 કરોડ હતું.

ગુપ્તાએ જણાવ્યું હતું કે, "જનરેટ થયેલા ઈ-વે બિલની સંખ્યામાં પણ 21%નો વધારો થયો છે. આ સુધરેલી માંગ અને ઉત્પાદનનું પણ સૂચક છે"

English summary
Gujarat is second highest with GST collection of Rs 8,400 crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X