For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત : ધોલેરા સર સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ થશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 જાન્યુઆરી : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ટૂંક સમયમાં મહત્ત્વાકાંક્ષી સ્માર્ટ સિટી પ્રોજેક્ટ શરૂ કરવાની યોજના ધરાવે છે. આ પ્રોજેક્ટનો શુભારંભ ગુજરાતના ધોલેરા ખાતેના દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર (DMIC)થી કરવામાં આવશે.

ગુજરાત ખાતેના ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR)ની ટેન્ડરિંગ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. 22.5 ચોરસ કિલોમીટરના આ વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા રૂપિયા 3,000 કરોડનું રોકાણ આકર્ષવાની યોજના છે.

dholera-sir-1

અમદાવાદ નજીકની આ સ્માર્ટ સિટી કોરિડોરમાં 920 કિલોમીટર લાંબા રૂટને આવરી લેશે. જેમાં 154 કિલોમીટરનો વિકાસ પ્રથમ તબક્કામાં કરાશે. ત્યાર પછી અન્ય ત્રણ રૂટ્સનું કામ માર્ચ મહિના સુધીમાં પૂરું કરાશે. ઉલ્લેખનીય છે કે 2,700 કિલોમીટરના ડીએમઆઇસીની મંજૂરી 2007માં મળી હતી.

વડાપ્રધાન મોદીએ દેશમાં 100 સ્માર્ટ સિટી શરૂ કરવાની જાહેરાત કરી છે. જેમાંથી કેટલાક શહેર ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર્સની સાથે વિકસાવવામાં આવશે. સરકાર 'મેક ઇન ઇન્ડિયા'ના ભાગરૂપે ભારતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની યોજના ધરાવે છે.

ડીએમઆઇસી ડેવલપમેન્ટ કોર્પોરેશનના સીઇઓ તલ્લીન કુમારે જણાવ્યું હતું કે 'અમે માર્ચ મહિના સુધીમાં ચાર સ્માર્ટ ઔદ્યોગિક શહેરના નિર્માણનું કામકાજ શરૂ કરવા ઇચ્છીએ છીએ. આ મુદ્દે અમે વિવિધ સરકારો તેમજ જર્મની, બ્રિટન, અમેરિકા, સાઉથ કોરિયા સહિતના દેશોના રોકાણકારો સાથે બેઠકો કરી છે.'

સરકારે અમદાવાદની નજીક ધોલેરા ખાતે 'રોડ્સ અને યુટિલિટી' પ્રોજેક્ટ માટે રિક્વેસ્ટ ફોર ક્વોલિફિકેશન (RFQ) જારી કર્યા છે. તેની મુદત પૂરી થયા પછી ડીએમઆઇસી ટ્રસ્ટ અને આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની મંજૂરી મેળવાશે. ત્યાર પછી જાન્યુઆરીમાં મધ્ય ભાગમાં પ્રસ્તાવ મંગાવવામાં આવશે.

રૂપિયા 1,200 કરોડથી વધુની તમામ રોકાણ દરખાસ્ત માટે આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની મંજૂરી જરૂરી છે. અન્ય ટ્રંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ્સ માટે પણ બિડ મંગાવાશે. જેમાં ડ્રિંકિંગ વોટર સપ્લાય સિસ્ટમ તેમજ જળ અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ સાથેના વહીવટી કેન્દ્રનો સમાવેશ થાય છે.

English summary
Gujarat : Tender Process for Dholera SIR Smart City Project will start soon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X