For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડિસેમ્બરમાં નોકરી ભરતી પ્રક્રિયામાં 10 ટકાનો વધારો : નોકરી ડોટ કોમ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 8 જાન્યુઆરી : દેશના જાણીતા જોબ પોર્ટલ નોકરી ડોટ કોમના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં ડિસેમ્બર 2014માં નોકરીઓમાં ભરતીની પ્રક્રિયામાં 10 ટકાનો વધારો થયો છે. આ વધારો દર વર્ષે વધે છે. જોબ માર્કેટમાં 2015માં પણ તેજી જળવાશે એવી ધારણા બાંધવામાં આવી છે. જો કે દર મહિનાની તુલના દર્શાવે છે કે નોકરીની ભરતી પ્રક્રિયામાં 3.12 ટકાનો ધટાડો નોંધાયો છે.

જોબ પોર્ટલ નોકરી ડોટ કોમની માલિકી ધરાવતા ઇન્ફો એજ (ઇન્ડિયા)ના માર્કેટિંગ એન્ડ કોર્પોરેટ કોમ્યુનિકેશન, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સુમિત સિંહે જણાવ્યું છે કે 'ડિસેમ્બરનો નોકરી જોબ ઇન્ડેક્સ દર્શાવે છે કે ભરતી પ્રક્રિયામાં 10 ટકાનો વધારો નોંધાયો છે.'

companies-1

સિંહે જણાવ્યું કે તહેવારોને કારણે ઓક્ટોબર મહિનાને બાદ કરતા સમગ્ર 2014 દરમિયાન નોકરી ભરતી પ્રક્રિયામાં તેજી જોવા મળી છે. ડોમેસ્ટિક માર્કેટમાં જોબ ઓપોર્ચ્યુનિટી વધી છે. જેના કારણે આગામી મહિનાઓમાં પણ હાયરિંગ એક્ટિવિટીમાં વધારો યથાવત રહેશે તેવી અમારી ધારણા છે.

જો સેક્ટર અનુસાર વાત કરવામાં આવે તો ઓઇલ એન્ડ ગેસ, બેંકિંગ, ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ઇન્શ્યોરન્સમાં વધારો જોવા મળ્યો છે. તેમાં 27થી 17 ટકાનો વધારો જોવા મળ્યો છે.જ્યારે આઇટી અને બીપીઓ સેક્ટરમાં અનુક્રમે 12 ટકા અને 9 ટકાનો વધારો જોવા મળ્યો છે.

શહેર પ્રમાણે જોવા જઇએ તો મેટ્રો સિટીમાં ઘણો વધારો નોંધાયો છે. જેમાં સૌથી વધારે વૃદ્ધિ પુના, ચેન્નાઇ, હૈદરાબાદ, બેંગલોરમાં છે. જ્યારે મુંબઇ અને કોલકત્તામાં મધ્યમ વધારો નોંધાયો છે.

English summary
Hiring Activity Rises 10% in December: Naukri.com
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X