નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર : દેશની સૌથી મોટી કાર કંપનીઓ મારૂતિ સુઝુકી અને હોન્ડા ઇન્ડિયાએ પોતાની કારની કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. મારૂતિ આવતા સપ્તાહે પોતાની કારની કિંમતોમાં વધારો જાહેર કરશે. જ્યારે હોન્ડા ઇન્ડિયા પણ 1 ઓક્ટોબરથી પોતાની કારની વધારેલી કિંમતો અમલમાં મૂકશે.
હોન્ડાનું કહેવું છે કે 1 ઓક્ટોબર બાદ કારની કિંમતોમાં 0.2 ટકાથી લઇને 0.6 ટકા સુધીનો વધારો થઇ શકે છે. મારૂતિ પોતાની કારની કિંમતમાં કેટલો વધારો કરશે તે હજી જાહેર કર્યું નથી.