For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ સ્કીમનું પરફોર્મન્સ કેવી રીતે જાણી શકાય?

|
Google Oneindia Gujarati News

ભારતમાં મ્યુચ્યુઅલ ફંડનું પરફોર્મન્સ જાણવા માટે વ્યક્તિએ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમની નેટ એસેટ વેલ્યુ (એનએવી - NAV) જાણવી જરૂરી છે. જો આ સ્કીમ ઓપન એન્ડેડ હોય તો તેને એનએવી દૈનિક ધોરણે જાહેર કરવામાં આવે છે. જો સ્કીમ ક્લોઝ એન્ડેડ હોય તો તે સાપ્તાહિક ધોરણે જાહેર કરવામાં આવે છે.

વર્તમાન સમયમાં આ સ્કીમ્સની નેટ એસેટ વેલ્યુ goodreturns.in સહિતની વિવિધ વેબસાઇટ પર ઉપલબ્ધ હોય છે. આ માટે ચેક કરો Check /mutual-funds/daily-gainers.html

mutual-funds-1

મ્યુચ્યુઅલ ફંડ્સના NAV સિલેક્ટેડ ન્યુઝ પેપર્સમાં પ્રકાશિત થતા હોય છે. વ્યક્તિએ તેના પર સતત નજર રાખવી જોઇએ. આ ઉપરાંત દરેક મ્યુચ્યુઅલ ફંડ કંપનીની વેબસાઇટ પર પણ આપેલા હોય છે.

મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ દ્વારા દર 6 મહિને તેમનો પરફોર્મન્સ રિપોર્ટ પ્રકાશિત કરવો જરૂરી હોય છે. જેમાં ચોક્કસ સમયગાળામાં રિટર્ન/યિલ્ડ્સ વગેરેનો સમાવેશ થાય છે. જેમ કે છેલ્લા 6 મહિના, 1 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રોકાણકારો અન્ય વિગતો જેમ કે ખર્ચની ટકાવારી, કુલ મિલકત, તેની વળતર પર અસર વગેરે બાબતો પણ ચકાસવી પડે છે.

આ ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ દ્વારા તેના યુનિટ હોલ્ડર્સને દર વર્ષે વાર્ષિક રિપોર્ટ મોકલવો પડે છે.

મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ અંગેના વિવિધ અભ્યાસો નિયમિત રીતે બિઝનેસ ન્યુઝ પેપર્સમાં સાપ્તાહિક ધોરણે પ્રકાશિત થતા હોય છે. વિવિધ ફંડના પરફોર્મન્સ રિપોર્ટ્સ રિસર્ચ એજન્સીઓ દ્વારા પબ્લિશ થતા હોય છે. રોકાણકારોએ આ રિપોર્ટ્સનો પણ અભ્યાસ કરવો જોઇએ.

ઇન્વેસ્ટર્સ વિવિધ સ્કીમ્સનું પરફોર્મન્સ એક બીજા સાથે સરખાવી શકે છે. તેઓ ઇક્વિટી ઓરિએન્ટેડ સ્કીમ્સને વિવિધ બેંચ માર્ક્સ જેમ કે બીએસઇ સેન્સેટિવ ઇન્ડેક્સ, એસ એન્ડ પી સીએનએક્સ નિફ્ટીમાં સરખાવી શકે છે.

મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સના પરફોર્મન્સને આધારે રોકાણકારોએ નિર્ણય લેવો જોઇએ કે તેઓ ક્યારે સ્કીમમાં એક્ઝિટ થાય અને ક્યારે એન્ટર થાય.

English summary
How Can You know The Performance of a Mutual Fund Scheme in India?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X