For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં માત્ર રૂપિયા 4000માં વિલ તૈયાર કરો

|
Google Oneindia Gujarati News

વર્તમાન સમયમાં ઇન્ટરનેટે આપણા જીવનમાં ક્રાંતિ લાવી દીધી છે. આપણે હવે ઓનલાઇન શોપિંગ, ઓલાઇન વાંચન અને ઓનલાઇન વાતચીત કરતા થઇ ગયા છીએ. તો શા માટે ઓનલાઇન વિલ (વસીહતનામુ - WILL) તૈયાર ના થઇ શકે? ચોક્કસ થઇ શકે. ઓનલાઇન વિલ તૈયાર કરવાનો ખર્ચ પણ ખુબ વાજબી છે.

તાજેતરમાં Ezeewill.com દ્વારા માત્ર ત્રણ સ્ટેપમાં જ આપનું વિલ તૈયાર થઇ જાય તેવી સરળ પ્રક્રિયા તૈયાર કરી છે. આ માટે આપે માત્ર એક પ્રશ્નોત્તરીનો જવાબ લખવાનો છે.

આ પ્રક્રિયા પૂરી કરતા પહેલા આપે પોર્ટલ પર આપનું નામ અને અન્ય વિગતો લખવાની છે. આ વિગતો આપ્યા બાદ પોર્ટલ પર આપનું રજિસ્ટ્રેશન થઇ જશે. રજિસ્ટ્રેશન થયા બાદ આપ પોર્ટલની શરતો માન્ય રાખીને આગળ વધી શકો છો.

વિલ તૈયાર કરવા માટે જરૂરી પ્રશ્નોના જવાબ આપ્યા બાદ આપ તેને ફરીથી વાંચીને અભ્યાસ કરી શકો છો. આપ તેનાથી સંતુષ્ય થાય તે પછી પેમેન્ટ કરી શકો છો. પેમેન્ટ કરતા જ વિલ ફાઇનલ થાય છે. આ ફાઇનલ વિલ ડોક્યુમેન્ટ બને છે, જેને આપ સુધી પહોંચાડવામાં આવે છે.

આ વિલ તૈયાર કર્યા બાદ એક પ્રશ્ન એ પણ ઉઠે છે કે વિલના એક્ઝિક્યુટર કોણ હશે? આ વ્યવસ્થા પણ Ezeewill.com કરી આપે છે.

જાણો તેના ચાર્જીસ શું છે?
ઓનલાઇન વિલ તૈયાર કરવા માટે આપે માત્ર રૂપિયા 4,000 ચૂકવવા પડે છે. મહત્વની બાબત એ છે કે અહીં આપના અનેક ગણા રૂપિયા બચે છે. આપ જો ઓનલાઇન વિલ તૈયાર કરાવશો તો અંદાજે રૂપિયા 25,000નો ખર્ચ કરવો પડે છે.

આ 4,000 રૂપિયાના ખર્ચમાં બે રિવ્યુ ઇન્ટરેક્શનનો સમાવેશ થાય છે. વધારાના પ્રત્યેક રિવ્યુ ઇન્ટરેક્શન માટે આપે રૂપિયા 250નો ચાર્જ ચૂકવવો પડશે.

માન્ય શહેરોમાં વિલની હોમ ડિલિનરી માટે રૂપિયા 500નો ચાર્જ ચૂકવવો પડે છે. આમ ઓનલાઇન વિલ તૈયાર કરવું અનેક રીતે વાજબી અને સમજદારીનું ઉદાહરણ પૂરું પાડે છે.

English summary
How to create a “WILL” in India for just Rs 4000?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X