For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્શ્યોરન્સ ડીમેટ એકાઉન્ટ કેવી રીતે ખોલાવી શકાય?

|
Google Oneindia Gujarati News

એકથી વધારે ઇન્શ્યોરન્સ પોલિસી હોવી અને તેમને સાચવીને રાખવી ખૂબ જ મુશ્કેલ કામ છે. હવે આપ ઇલેક્ટ્રોનિક ઇન્સ્યોરન્સ એકાઉન્ટ ખોલાવીને તમામ ઇન્શ્યોરન્સ પોલિસીઓને એક ઓનલાઇન એકાઉન્ટમાં મેનેજ કરી શકો છો.

ઇન્શ્યોરન્સ પોલિસી ધારકોને આ સુવિધા પૂર્વ નાણાપ્રધાન પી ચિદમ્બરમે આપી હતી. તેમણે આ માટે IRDAની ઇન્શ્યોરન્સ રેપોઝિટરી સિસ્ટમ (IRS) શરૂ કરાવી હતી. આ પગલાંથી વીમા ક્ષેત્રમાં પારદર્શકતા આવી છે.

insurance-2

આપ આપની સુવિધા અનુસાર વિવિધ રિપોઝિટરીઝ CIRL (Central Insurance Repository Limited), NIR (National Insurance-policy Repository) અને SHCIL (Stock Holding Corporation of India Ltd)માંથી IRDAની માર્ગદર્શિકા અનુસાર એકની પસંદગી કરી શકો છો.

ઇ ઇન્શ્યોરન્સ એકાઉન્ટ (eIA) ખોલવાના પગલાં :
1. ઇ ઇન્શ્યોરન્સ એકાઉન્ટ ખોલાવવાનું ફોર્મ ડાઉનલોડ કરો.
2.ઇ ઇન્શ્યોરન્સ એકાઉન્ટના અરજી ફોર્મમાં વિગતો ભરો.
3.પાંચ રિપોઝિટરીઝમાંથી એકને મોકલી આપો.
4. રિપોઝિટરી આપનો ઇ એકાઉન્ટ નંબર જનરેટ કરીને આપના ઇન્શ્યોરરને મોકલી આપશે.
5. ઇન્શ્યોરર આપને ફાળવાયેલા નંબર અંગે અપડેટ કરશે અને પોર્ટલમાં પણ અપડેટ કરશે.
6. આપના ઇન્શ્યોરર આપની પોલિસી સફળતાપૂર્વક ઇ પોર્ટલ પર અપલોડ થઇ છે તે અંગે જાણ કરશે.

English summary
How to Open Insurance Demat Account?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X