For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો તમે ITR ફાઇલ કરવાના છો, તો જાણી લો આવકવેરા વિભાગના ઉઠાવ્યા આ પગલાં

ઈન્કમટેક્સ રિટર્ન ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ વર્ષે, 31 જુલાઈ 2022 સુધીમાં, વ્યક્તિગત આવકવેરા ભરનારાઓએ નાણાકીય વર્ષ 2021-22 માટે ITR ફાઈલ કરવાની રહેશે.

|
Google Oneindia Gujarati News

ઈન્કમટેક્સ રિટર્ન ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ વર્ષે, 31 જુલાઈ 2022 સુધીમાં, વ્યક્તિગત આવકવેરા ભરનારાઓએ નાણાકીય વર્ષ 2021-22 માટે ITR ફાઈલ કરવાની રહેશે. જો તમે આ તારીખ પછી આવકવેરા રિટર્ન ફાઇલ કરો છો, તો દંડ પણ લાદવામાં આવી શકે છે.

જો કોઈ વ્યક્તિની આવક કરપાત્ર ન હોય તો પણ તે વ્યક્તિ આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકે છે. આવી વ્યક્તિઓને આવકવેરા રિટર્ન ભરવાના ઘણા ફાયદા પણ મળે છે. જોકે, લોકોને આવકવેરા રિટર્ન ભરવામાં પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેના માટે આવકવેરા વિભાગે પણ પગલા લીધા છે.

ઘણા પગલાં લીધા

ઘણા પગલાં લીધા

આવકવેરા વિભાગે શનિવારના જણાવ્યું હતું કે, કરદાતાઓને ઇ-ફાઇલિંગ પોર્ટલ ઍક્સેસ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને સોફ્ટવેર કંપની ઇન્ફોસિસ પોર્ટલ પરની "અનિયમિત હિલચાલ" ને પહોંચી વળવા "સક્રિય પગલાં" લઈ રહી છે. આવકવેરા વિભાગેપણ આ અંગે ટ્વિટ કર્યું છે.

આવી રહી છે સમસ્યાઓ

આવી રહી છે સમસ્યાઓ

આવકવેરા વિભાગે ટ્વીટ કર્યું કે, એવું જાણવા મળ્યું છે કે, કરદાતાઓને આવકવેરા વિભાગના ઇ-ફાઇલિંગ પોર્ટલને ઍક્સેસ કરવામાંસમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઇન્ફોસીસ દ્વારા અહેવાલ મુજબ, તેઓએ પોર્ટલ પર કેટલીક અનિયમિત હિલચાલ જોયા છે, જેતેની સાથે વ્યવહાર કરવા માટે સક્રિયપણે લેવામાં આવી રહી છે.

સમસ્યાઓનો સામનો કરવો

સમસ્યાઓનો સામનો કરવો

ઉલ્લેખનીય છે કે, નવું ઈ-ફાઈલિંગ પોર્ટલ "www.incomtax.gov.in" 7 જૂન, 2021ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. તેનીશરૂઆતથી, કરદાતાઓ અને વ્યવસાયિકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

ઈન્ફોસિસને 2019માં પોર્ટલ વિકસાવવા માટે કોન્ટ્રાક્ટઆપવામાં આવ્યો હતો. નવી આવકવેરા ઈ-ફાઈલિંગ પોર્ટલની સ્થાપના માટે સરકારે ઈન્ફોસિસને રૂપિયા 164.5 કરોડ ચૂકવ્યા છે.

English summary
If you are about to file an ITR, follow these steps taken by the Income Tax Department
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X