For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pan Card : સરકારે લીધો મોટો નિર્ણય, આમ ન કર્યું તમારૂ પાન કાર્ડ થઇ જશે બેકાર

જો તમે કોઇ કારણસર 31 માર્ચ સુધીમાં પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકતા નથી તો તમારું પાન કાર્ડ ડિએક્ટિવ થઇ જશે. આ સાથે તમે ઇન્કમ ટેક્સ રિટર્ન પણ ફાઇલ કરી શકશો નહીં.

|
Google Oneindia Gujarati News

Pan Card : જો તમારી પાસે પાન કાર્ડ છે, અને તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લીંક નથી કર્યું તો આ અહેવાલ તમારે ખાસ વાંચવો જોઇએ. પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે છેલ્લી તારીખ 31 માર્ચ, 2023 છે. જો તમે કોઇ કારણસર 31 માર્ચ સુધીમાં પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકતા નથી તો તમારું પાન કાર્ડ ડિએક્ટિવ થઇ જશે. આ સાથે તમે ઇન્કમ ટેક્સ રિટર્ન પણ ફાઇલ કરી શકશો નહીં.

આવકવેરા વિભાગે ટ્વીટ કર્યું

આવકવેરા વિભાગે ટ્વીટ કર્યું

આ સિવાય 50,000 રૂપિયાથી વધુના બેંકિંગ વ્યવહાર કરવા માટે પણ જરૂરી છે. હાલમાં જ આવકવેરા વિભાગ દ્વારા આ અંગે ટ્વીટ કરવામાં આવ્યું છે.

અત્યાર સુધી કરોડો લોકો વતી પાન કાર્ડ અને આધારને લિંક કરવામાં આવ્યા નથી. હવે તમારે આધાર અને પાન કાર્ડનેએકબીજા સાથે લિંક કરવા માટે 1000 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે.

પાન કાર્ડ અને આધારને કેવી રીતે લિંક કરશો

પાન કાર્ડ અને આધારને કેવી રીતે લિંક કરશો

  • સૌ પ્રથમ આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  • અહીં લિંક આધાર વિકલ્પ પર ક્લિક કરીને લોગ ઇન કરો.
  • અહીં PAN અને User ID સાથે આધાર કાર્ડ મુજબ નામ અને જન્મ તારીખ દાખલ કરવાની રહેશે.
  • એકાઉન્ટના પ્રોફાઈલ સેટિંગમાં જઈને આધાર કાર્ડ લિંકનો વિકલ્પ પસંદ કરો.
  • અહીં આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો. અહીં 'લિંક આધાર'નો વિકલ્પ સૌથી નીચે જોવા મળશે.
  • આ વિકલ્પ પર ક્લિક કર્યા બાદ, તમારું પાન કાર્ડ આધાર સાથે લિંક થઈ જશે.
31મી જુલાઈ, 2022 હતી છેલ્લી તારીખ

31મી જુલાઈ, 2022 હતી છેલ્લી તારીખ

આ અગાઉ આવકવેરા વિભાગ દ્વારા પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2022 હતી, પરંતુ હવે સરકારે 1000 રૂપિયાના દંડ સાથે આ બંનેને લિંક કરવાની છેલ્લી તારીખ વધારીને 31 માર્ચ, 2023 કરી દીધી છે.

કેટલાક લોકોને PAN ને આધાર સાથેલિંક કરવાની છૂટ આપવામાં આવી છે. જેમાં આસામ, જમ્મુ-કાશ્મીર અને મેઘાલયના લોકો, NRI, વિદેશી નાગરિકો અને 80 વર્ષથીવધુ ઉંમરના લોકોને છૂટ આપવામાં આવી છે.

English summary
if you don't do PAN-Aadhaar Link, then your pan card will deactivate
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X