બે વર્ષમાં આ મામલે ભારત, ચીનને પછાડશે, જાણો શું?

Posted By:
Subscribe to Oneindia News

આંતરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)નું કહેવું છે કે 2017, 2018 સુધી ભારતના વિકાસ દરમાં તેજી આવશે. સાથે જ તેણે એવી પણ આશા વ્યક્ત કરી છે કે ચીનની તુલનામાં ભારતની ઇકોનોમી આવનારા બે વર્ષમાં આગળ થઇ જશે. આઇએમએફના આ રિપોર્ટ મુજબ અનુમાન લગાવવામાં આવ્યું છે કે 2017 અને 2018માં ચીનનો વિકાસ દર ક્રમશ 6.7 ટકા અને 6.8 ટકા રહેશે. જેની સામે 2018માં ભારતની અર્થવ્યવસ્થા 7.7 ટકાના દરથી વિકાસ કરશે તેવી સંભાવના છે. ત્યાં જ 2017માં પણ ભારતનો વિકાસ દર 7.4 રહેશે તેવું લાગી રહ્યું છે. જો આવું થયું તો 2018 સુધીમાં ભારત ચીનને અર્થવ્યવસ્થાની દ્રષ્ટ્રીએ પાછળ છોડી દેશે.

china and india

નોટબંધી થયું નુક્શાન

આઇએમએફની રિપોર્ટ મુજબ નોટબંધીના કારણે આર્થિક ગતિવિધિયો ધીમી થઇ ગઇ હતી પણ ત્યાં જ બીજી તરફ સરકાર દ્વારા વધુ ઘન ખર્ચ કરવાના આંકડામાં પરિવર્તન આવવાને કારણે 2016 કરતા ભારતનો વિકાસ દર 7.1 ટકા વધુ રહેશે આ વર્ષમાં તેમ મનાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે જ્યાં ભારત અને ચીન વચ્ચે સ્થિતી તંગ બની છે ત્યાં જ બન્ને દેશોના કેટલાક જાણકારોનું તેમ પણ માનવું છે કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતના કોઇ પણ યુદ્ધમાં પડવું બન્ને દેશોની આર્થિક સ્થિતિને મોટું નુક્શાન પહોંચાડી શકે છે.

English summary
IMF says indian growth expected to pick up in 2017, 2018.
Please Wait while comments are loading...