For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Union Budget 2023 Expectations : આવકવેરાની મર્યાદા 2.5 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવશે, નાણામંત્રી કરી શકે છે

વર્તમાન સમયમાં ઇન્કમ ટેક્સની મર્યાદા 2.5 લાખ રૂપિયા છે. એટલે કે અઢી લાખ રૂપિયા વર્ષિક આવક ધરાવતા લોકોને આવકવેરો ભરવાથી છૂટ આપવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

Union Budget 2023 Expectations : ટેક્સ પેયર લોકો માટે સારા સમાચાર આવી રહ્યા છે. કેન્દ્રીય બજેટની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. નાણાં પ્રધાન નિર્મલા સિતારમણની તરફથી 1 ફેબ્રુઆરી, 2023નું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. આ બજેટથી સૌથી વધુ આશા ખેડૂતો અને નોકરિયાત વર્ગને છે.

Union Budget 2023 Expectations

વર્તમાન સમયમાં ઇન્કમ ટેક્સની મર્યાદા 2.5 લાખ રૂપિયા છે. એટલે કે અઢી લાખ રૂપિયા વર્ષિક આવક ધરાવતા લોકોને આવકવેરો ભરવાથી છૂટ આપવામાં આવી છે. નોકરિયાત વર્ગ દ્વારા આ આવક મર્યાદા 2.5 લાખથી 5 લાખ કરવાની માંગ ગત વર્ષથી કરવામાં આવી રહી છે.

5 લાખ સુધીની આવક કરમુક્ત!

5 લાખ સુધીની આવક કરમુક્ત!

કલમ 87A હેઠળ આપવામાં આવેલી છૂટને કારણે રૂપિયા 2.5 લાખથી રૂપિયા 5 લાખ સુધીની કરપાત્ર આવક પર ટેક્સ રિબેટ ઉપલબ્ધ છે.

નિયમો અનુસાર 2.5 લાખથી વધુની આવક પર આવકવેરો ચૂકવવાની જોગવાઈ છે, પરંતુ નાણા મંત્રાલય દ્વારા કલમ 87A હેઠળ રૂપિયા 2.5 થી રૂપિયા 5 લાખ સુધીની આવક પર કરની છૂટ આપવામાં આવી છે.

આ રીતે 5 લાખ સુધીની આવક કરમુક્ત બની જાય છે, પરંતુ જો તમારી આવક 5 લાખથી વધુ છે, તો તમારે 2.5 લાખથી વધુની સંપૂર્ણ આવક પર ટેક્સ ચૂકવવો પડશે.

આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને પાંચ લાખ કરવાની દરખાસ્ત

આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને પાંચ લાખ કરવાની દરખાસ્ત

આ જ કારણ છે કે, પહેલાની જેમ આ વખતે પણ આવકવેરા મુક્તિની મર્યાદા 2.5 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવાની માંગકરવામાં આવી રહી છે.

એસોસિયેટ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયા (એસોચેમ) વતી આવકવેરા મુક્તિ મર્યાદા રૂપિયા 2.5લાખથી વધારીને રૂપિયા 5 લાખ કરવાની દરખાસ્ત સરકારને આપવામાં આવી છે.

જો નાણામંત્રી દ્વારા આ માંગણી સ્વીકારવામાં આવે, તોતમારા હાથમાં પહેલા કરતા વધુ પૈસા આવશે.

1 ફેબ્રુઆરી, 2023ના રોજ જાહેર કરવામાં આવશે

1 ફેબ્રુઆરી, 2023ના રોજ જાહેર કરવામાં આવશે

નાણા મંત્રાલયને મોકલવામાં આવેલી ભલામણમાં એસોચેમે જણાવ્યું છે કે, આવકવેરા મુક્તિ મર્યાદાને વધારીને ઓછામાં ઓછી 5 લાખ રૂપિયા કરવી જોઈએ.

આનાથી સામાન્ય માણસના હાથમાં ખર્ચવામાં વધુ પૈસા બચશે. આનાથી સામાન્ય માણસની ખરીદ ક્ષમતા વધશે અનેબજારમાં તેજી આવશે.

જો નાણા મંત્રાલય દ્વારા આવકવેરા પર કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવે છે, તો નાણાંમંત્રી 1 ફેબ્રુઆરી, 2023ના રોજ બજેટની રજૂઆત દરમિયાન તેની જાહેરાત કરી શકે છે.

શું આવકવેરા મુક્તિ વધારવી શક્ય છે

શું આવકવેરા મુક્તિ વધારવી શક્ય છે

એસોચેમના પ્રમુખ સુમંત સિન્હાએ ભૂતકાળમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, પ્રત્યક્ષ અને પરોક્ષ બંને ટેક્સમાં તેજીથીઆવકવેરાની મુક્તિ મર્યાદા વધારવામાં મદદ મળશે.

એસોચેમના મહાસચિવ દીપક સૂદે જણાવ્યું હતું કે, ગ્રાહકોના હાથમાં વધુ પૈસાછોડવાથી વપરાશને પ્રોત્સાહન મળશે.

English summary
Union Budget 2023 Expectations : Income tax limit will be increased from 2.5 lakhs to 5 lakhs, Finance Minister may announce
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X