IND vs ENG : ત્રીજી ટેસ્ટ પહેલા ઈન્ડિયાને મોટો ઝટકો, કોહલી બાદ આ મેચ વિનર ખેલાડી બહાર
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરીએ રાજકોટાં રમાવા જઈ રહી છે. આ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે.
અહેવાલો અનુસાર, રાજકોટ ટેસ્ટમાં સ્ટાર વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ ભારતીય ટીમનો ભાગ નહીં હોય. BCCIએ છેલ્લી ત્રણ ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરી તેમાં રવિન્દ્ર જાડેજા સાથે KL રાહુલનો પણ સમાવેશ કરાયો છે.

આ વખતે એક શરત પણ મૂકવામાં આવી હતી કે તે સંપૂર્ણ રીતે ફિટ હશે તો જ રમશે. હવે જાણવા મળ્યું છે કે રાહુલ તેની સ્નાયુની ઈજામાંથી સંપૂર્ણ રીતે સાજો થયો નથી. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં તેણે શાનદાર બેટિંગ કરી હતી, પરંતુ તે ટીમને હારથી બચાવી શક્યો નહીં.
તે પ્રથમ ટેસ્ટ દરમિયાન જ ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તે બીજી મેચમાં રમી શક્યો નથી. વિરાટ કોહલી પણ અંગત કારણોસર આખી ટેસ્ટ શ્રેણીમાં ઉપલબ્ધ નથી. હાલમાં પાંચ મેચની શ્રેણી 1-1થી બરાબર છે.
મોટાભાગના ભારતીય ખેલાડીઓ 12 ફેબ્રુઆરીએ રાજકોટ પહોંચ્યા છે અને ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. સૂત્રો અનુસાર, કેએલ રાહુલ ફિટનેસ ટેસ્ટ પાસ કરી શક્યો નથી અને બીસીસીઆઈની મેડિકલ ટીમે પસંદગીકારોને કહ્યું છે કે રાહુલને ઓછામાં ઓછા એક સપ્તાહ સુધી ઓબ્ઝર્વેશનમાં રહેવું પડશે, ત્યાર બાદ જ તેના રમવા અંગે નિર્ણય લઈ શકાશે.
છેલ્લી ત્રણ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા (ફિટનેસ ટેસ્ટ પાસ થવા પર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, આકાશ દીપ












Click it and Unblock the Notifications
