For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગામી 17 વર્ષમાં સુરતનો ગ્રોથ રહેશે સૌથી તેજ, ટૉપ-10માં બધાં ભારતનાં શહેરો

આગામી 17 વર્ષમાં સુરતનો ગ્રોથ રહેશે સૌથી તેજ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આગામી કેટલાક વર્ષોમાં દુનિયાભરમાં સૌથી તેજીથી ઈકૉનોમિક ગ્રોથ કરનાર શહેરમાં ટૉપ-10 ભારતના છે. ઑક્સફોર્ડ ઈકોનોમિક્સના રિપોર્ટ મુજબ ગ્લોબલ સિટીઝ રિસર્ચમાં સુરત ગ્રોથમાં સૌથી ઉપર છે. 2019થી 2035 દરમિયાન આ શહેરનો સરેરાશ વાર્ષિક ગ્રોથ 9.17 ટકા રહેવાની ઉમ્મીદ છે. જે બાદ બીજા નંબર પર આગરા (8.58) અને ત્રીજા નંબર પર બેંગ્લોર (8.5) રહેશે તેવી અપેક્ષા છે.

growth

જો કે આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય શહેરોનો ઈકોમોનિક આઉટપુટ બજા દેશોની સરખામણીએ ઓછો રહેશે. આ ઉપરાંત તમામ એશિયાઈ શહેરોનો કુલ જીડીપી વર્ષ 2017 સુધી તમામ ઉત્તરી અમેરિકા અને યુરોપીય શહેરોના જીડીપીથી ઉપર નીકળી જશે. ન્યૂયોર્ક, ટોક્યો, લૉસ એન્જલ્સ અને લંડનના આ તમામ ટૉપ 4 પર બન્યાં રહેશે. પરંતુ ચીનનું શાંઘાઈ, બેઈજિંગ અને ફ્રાંસનું પેરિસ તથા અમેરિકાના શિકાગોને પાછળ છોડી દેશે. પરંતુ ચીનના ગ્વાંગઢૂ અને શેનઝેન પણ ટૉપ 10માં સામેલ થઈ જશે.

ટૉપ-10માં 5 દક્ષિણ ભારતનાં તો 2 ગુજરાતનાં શહેર

રિસર્ચ રિપોર્ટ મુજબ 2019થી 2035 વચ્ચે દુનિયામાં સૌથી તેજીથી આગળ વધી રહેલ શહેરોમાં તમામ 10 શહેર ભારતીય છે. જેમાં પહેલા નંબરે સુરત, બીજા નંબરે આગરા, ત્રીજા નંબરે બેંગ્લોર, ચોથા નંબરે હૈદરાબાદ, પાંચમા નંબરે નાગપુર, છઠ્ઠા નંબરે ત્રિપુરા, સાતમા નંબરે રાજકોટ, આઠમા નંબરે તિરુચિરાપલ્લી, નવમા નંબરે ચેન્નઈ અને દસમા નંબરે વિજયવાડા છે.

આ પણ વાંચો- બુલંદશહર હિંસાનો વધુ એક વીડિયો વાયરલ, ગોળી લાગતા પહેલા પથ્થરમારો કરી રહ્યો હતો સુમિત

English summary
India Claims top ten Slots of world fastest-growing cities, Surat Leads
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X