બુલંદશહર હિંસાનો વધુ એક વીડિયો વાયરલ, ગોળી લાગતા પહેલા પથ્થરમારો કરી રહ્યો હતો સુમિત

બુલંદશહર હિંસાનો વીડિયો વાયરલ, પથ્થરમારો કરી રહ્યો હતો સુમિત

નવી દિલ્હીઃ બુલંદશહર હિંસાના બે દિવસ બાદ બુધવારે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સુમિત પણ ભીડ સાથે પથ્થરમારો કરી રહ્યો હતો. બુલંદશહર હિંસામાં મૃત્યુ પામનાર સુમિતનું નામ પણ એવા 27 લોકોની યાદીમાં સામેલ છે જેમની વિરુદ્ધ પોલીસે FIR નોંધી હતી. હિંસામાં મૃત્યુ પામનાર યુવક સુમિતનો વીડિયો અસલી છે કે પછી એડિટિંગ કરીને તેને વાયરલ કરવામાં આવી રહ્યો છે તેની હજુ કોઈ પુષ્ટિ થઈ શકી નથી.

વાયરલ વીડિયોમાં પથ્થરમારો કરતા જોવા મળ્યો સુમિત

વાયરલ વીડિયોમાં પથ્થરમારો કરતા જોવા મળ્યો સુમિત

ત્રણ મિનિટના આ વીડિયોમાં સુમિત અન્ય યુવકો સાથે પોલીસ પર પથ્થરમારો કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો મામલે સ્યાના પોલીસ સ્ટેશનના એક અધિકારી સત્યપ્રકાશ શર્માએ કહ્યું કે આવો એક વીડિયો સામે આ્યો છે પણ તેની સત્યતાની તપાસ ન થાય ત્યાં સુધી કંઈ કહી ન શકાય. આવો જ અન્ય એક વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં સુમિત ભીડની સાથે હાજર હતો અને શેરડીના ખેતરની તરફ જઈ રહેલ સુમિતની છાતીમાંથી લોહી નીકળી રહ્યું હતું.

સુમિતનું નામ એફઆઈઆરથી હટાવવાની માંગ

સુમિતનું નામ એફઆઈઆરથી હટાવવાની માંગ

બુલંદશહર હિંસામાં જીવ ગુમાવનાર સુમિતને 10 લાખ રૂપિયાની આર્થિક મદદની સીએમ યોગીએ ઘોષણા કરી હતી. આ હિંસામાં પોલીસ ઈન્સપેક્ટર સુબોધ કુમાર સિંહ પણ શહીદ થયા હતા. બીજી બાજુ એફઆઈઆરમાં નોંધાયેલ 27 લોકોમાં સામેલ સુમિતનું નામ હટાવવાને લઈ સુમિતના પિતાનું કહેવું છે કે અન્ય માંગણીઓ પણ પૂરી થવી જોઈએ નહિતર તેઓ મરી જશે પણ જમશે નહિ.

રવિવારે સરકાર સામે 4 માગણી રાખી

રવિવારે સરકાર સામે 4 માગણી રાખી

અગાઉ સુમિતના અંતિમ સંસ્કાર માટે પણ પરિજનો તૈયાર નહોતા. ઉલ્લેખનીય છે કે સુમિતના પરિજનોએ સરકાર સમક્ષ 4 માગણી રાખી હતી. ત્યારે પ્રશાસને સુમિતના પરિવારને 5 લાખ રૂપિયાનું વળતર અને તેનું નામ એફઆઈઆરમાંથઈ હટાવવાનો વાયદો કર્યો હતો. જે બાદ જ પરિવારે અંતિમ સંસ્કાર કર્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X