ભારત આર્થિક વૃદ્ધિમાં ચીનની નજીક પહોંચી જશે : વિશ્વ બેંક

world-economy
વૉશિંગ્ટન, 16 જાન્યુઆરી : વિશ્વ બેંકના એક વરિષ્ઠ અર્થશાસ્ત્રીએ મંગળવારે જણાવ્યું હતું કે આર્થિક વૃદ્ધિદર નજીકના ભવિષ્યમાં ચીનના વૃદ્ધિદરની આસપાસ પહોંચી જાય એવી આશા છે.

વિશ્વ બેંક દ્વારા મંગળવારે વૈશ્વિક આર્થિક પરિદ્રશ્ય 2013નું નવું સંસ્કરણ બહાર પાડ્યું હતું. જેમાં ભારત, ચીન અને બ્રાઝિલ જેવા વિકાસશીલ દેશોની અર્થવ્યવસ્થાઓ ફરીથી પાટા પર આવવાની અને ઝડપી વૃદ્ધિદર પ્રાપ્ત કરશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

વિશ્વ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી કૌશિક બસુએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વિશ્વ બેંકને આશા છે કે વર્ષ 2015 સુધી ચીનનો વૃદ્ધિ દર 7.9 ટકા હશે. જ્યારે ભારતનો વૃદ્ધિદર 7 ટકાની આસપાસ રહેવાની ધારણા છે.

તેમણે એમ પણ જણાવ્યું કે આર્થિક વૃદ્ધિદરના મુદ્દે એથિયાના બંને મોટા દેશો વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે. આ રિપોર્ટમાં વૈશ્વિક અર્થ વ્યવસ્થાનો વૃદ્ધિદર વર્ષ 2013માં વધીને 2.4 ટકા રહેવાની સંભાવના છે. જે 2012માં 2.3 ટકા રહ્યો હતો. બીજી તરફ વધારે આવકવાળા દેશોનો વૃદ્ધિદર 2012 અને 2013માં 1.3 ટકા રહેવાની ધારણા છે. ભારત, ચીન અને બ્રાઝિલ જેવા વિકાસશીલ માર્કેટમાં સુધારાના વ્યાપક સંકેત જોવા મળ્યા છે.

વર્ષ 2012માં બ્રિઝિલનો વૃદ્ધિદર ઝડપથી ઘટીને 0.9 ટકા પર આવી ગયો હતો. વિશ્વ બેંક દ્વારા વર્ષ 2013માં બ્રાઝિલની આર્થિક વૃદ્ધિ દર 3.4 ટકા રહેવાની આશા દર્શાવવામાં આવી છે. બીજી તરફ ચીનનો વૃદ્ધિદર 2013માં સુધરીને 8.4 ટકા રહેવાની સંભાવના છે. દે વર્ષ 2012માં 7.9 ટકા રહ્યો હતો. બસુએ એમ પણ જણાવ્યું કે અમારું અનુમાન છે કે ભારતનો આર્થિક વૃદ્ધિદર 2012ના 5.1 ટકાની સરખામણીએ વર્ષ 2013માં સુધરીને 6.1 ટકા રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X