ભારતીય કંપનીઓ વિદેશી માર્કેટમાં ડાયરેક્ટ લિસ્ટ થઇ શકશે
નવી દિલ્હી, 28 સપ્ટેમ્બર : ભારતની ખાનગી કંપનીઓ માટે કેન્દ્રની યુપીએ સરકારે વિદેશમાંથી મૂડી મેળવવાનો માર્ગ વધારે સરળ બનાવી દીધો છે. ખાનગી ભારતીય કંપનીઓને હવેથી વિદેશી બજારોમાં લિસ્ટેડ થવા અને મૂડી હાંસલ કરવાની પરવાનગી મળી છે. આ માટે તેમણે હવે ભારતમાં અગાઉથી કે સાથોસાથ લિસ્ટિંગ થવા અંગેની આવશ્યક્તા નહીં રહે.
કેન્દ્રીય નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે આ પ્રસ્તાવને મંજૂર આપી દીધી છે. આનાથી ભારતીય કંપનીઓને વિદેશમાં કેપિટલ હાંસલ કરવામાં સહાયતા મળશે.

હાલ, ભારતમાંની અનલિસ્ટેડ કંપનીઓને દરિયાપારની બજારોમાં સીધું લિસ્ટિંગ કરવા મળતું નથી. એ માટે તેમણે ભારતીય બજારોમાં અગાઉથી કે સાથોસાથ લિસ્ટિંગ મેળવવું પડે છે. નવી સ્કીમ નોટિફિકેશન બહાર પડાયાની તારીખેથી બે વર્ષના સમયગાળા માટે પ્રાથમિક ધોરણે અમલમાં મૂકાશે. બે વર્ષ પૂરા થયા બાદ આ વ્યવસ્થાની અસરની સમીક્ષા કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
