હીરો મોટોકોર્પ અમેરિકન માર્કેટમાં એન્ટ્રી માટે તૈયાર

સાઓ પાઉલો, 16 જૂન : ભારતની સૌથી મોટી ટુવ્હીલર નિર્માણ કંપની હીરો મોટોકોર્પ આવતા વર્ષે પોતાના ટુવ્હીલર્સ અમેરિકાના માર્કેટમાં ઉતારવાની યોજના બનાવી રહી છે.

આ અંગે હીરો મોટોકોર્પના સીઇઓ પવન મુંજાલે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે કંપની પાછલા દોઢ વર્ષમાં લગભગ 19 વિદેશી માર્કેટમાં ઉતરી છે. કંપનીને વિશ્વાસ છે કે અમેરિકાના માર્કેટમાં પણ તેમના વાહનોને સ્વીકૃતિ મળશે અને કંપની સફળતાથી પોતાના વાહનોનું વેચાણ કરી શકશે.

hero-motocorp

તેમણે જણાવ્યું કે કંપની અમેરિકાના વિકસીત માર્કેટ માટે હાલ મોટી મોટરસાયકલ પર ધ્યાન કેન્દ્રીત કરી રહી નથી. વર્તમાન સમયમાં અમેરિકામાં વર્તમાન ટુવ્હીલર્સની શ્રૈણી જ રજૂ કરવામાં આવશે. ત્યાર બાદ મળતા રિસ્પોન્સને આધારે કંપની નવી સ્ટ્રેટેજી ઘડશે.

પવન મુંજાલે એમ પણ જણાવ્યું કે કંપની અમેરિકામાં આ ઉત્પાદન કેલેન્ડર વર્ષ 2015માં રજૂ કરવાનું આયોજન ધરાવે છે. કંપનીએ પોતાના ટુવ્હીલર્સનું વિપણન એરિક બુએલ રેસિંગ (ઇબીઆર) દ્વારા કરવાનું નક્કી કર્યું છે. ઇબીઆરમાં હીરો મોટોકોર્પની 49.2 ટકા ભાગીદારી છે. હાલ તો કંપનીએ અમેરિકામાં પોતાના વિતરકોની નિયુક્તિ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X