રૂપિયો ગગડતા ડીઝલની કિંમતમાં રૂપિયા 5નો તોળાતો વધારો

સંસદનું ચોમાસું સત્ર આગામી 6 સપ્ટેંબરે પૂરું થશે તે પછી ડીઝલની કિંમતોમાં તોતિંગ ભાવવધારો આવી શકે છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે ડિઝલમાં લીટર દીઠ પાંચ રૂપિયા વધી શકે છે. મંત્રાલયનું માનવું છે કે ડિઝલમાં લીટરે ત્રણ રૂપિયાનો વધારો ઓછો અને અર્થહીન ગણાશે, કારણ કે ઓઈલ કંપનીઓ માટે હજી લીટરે 10 રૂપિયાની અન્ડર-રીકવરી છે.
બીજી બાજુ, રેલવે મંત્રાલય પણ ઓક્ટોબરમાં માલ-સામાન માટેના દરમાં વધારો કરે એવી ધારણા છે. જોકે ઉતારુ ભાડાને સ્પર્શ કરવાનો કોઈ વિચાર નથી. રેલવેએ છેલ્લે ગયા એપ્રિલમાં નૂરનાં દરમાં 5.7 ટકાનો વધારો કર્યો હતો.












Click it and Unblock the Notifications
