For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘરે પૈસા મોકલવામાં સૌથી આગળ છે ભારતીય, જાણો કેવી રીતે

વર્લ્ડ બેંકે તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે વિદેશથી પોતાના દેશમાં પૈસા મોકલવાની બાબતમાં ભારતીય સૌથી આગળ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

વર્લ્ડ બેંકે તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે વિદેશથી પોતાના દેશમાં પૈસા મોકલવાની બાબતમાં ભારતીય સૌથી આગળ રહ્યા છે. જણાવી દઈએ કે 2018 માં વિદેશમાં વસતા ભારતીયોએ પોતાના દેશમાં 79 અબજ ડોલર (લગભગ 5.53 લાખ કરોડ રૂપિયા) મોકલ્યા હતા. તમને એ વાતની જાણકારી આપી દઈએ કે ભારત પછી ચીનનો નંબર આવે છે. ચીની નાગરિકોએ તેમના દેશમાં 67 અબજ ડૉલર મોકલ્યા. ભારત અને ચીન પછી, મેક્સિકો આ યાદીમાં ત્રીજા સ્થાને રહ્યું ($ 36 બિલિયન).

Money

જાણકારી માટે જણાવી દઈએ કે ખાડીના દેશોમાં કામ કરી રહેલા ભારતીયો, અમેરિકા અને બ્રિટન જેવા વિકસિત દેશોમાં ડોકટરો અને ઇજનેરોની નોકરી કરી રહેલા NRI ભારતીય જયારે ભારતમાં તેમના માતાપિતા અથવા પરિવારને પૈસા મોકલે છે તો તેને રેમિટન્સ(NRI) કહેવાય છે.

આ પણ વાંચો: નવરાત્રીમાં આ બેંકે વ્યાજદરોમાં મોટો ઘટાડો કર્યો, સસ્તી થઇ લોનની EMI

તમને એ વાતથી અવગત કરાવી દઈએ કે કેરળમાં પૂરના વિનાશને લીધે ભારતમાં રેમિટન્સમાં વધારો થયો છે, ભારતમાં રેમિટન્સ (દુનિયાભરના ભારતીયો પાસેથી મળેલી રકમ)માં 14 ટકા વધારો થયો છે. આ વિનાશમાં, ભારતીયોએ વિદેશથી તેમના કુટુંબોને મદદ કરવા માટે મહત્તમ નાણાં મોકલ્યા. વર્ષ 2016 માં ભારતને 62.7 બિલિયન ડોલર(રૂ. 42.65 ટ્રિલિયન રૂપિયા) નું રેમિટન્સ મળ્યું હતું.

આ પણ વાંચો: PNB ની નવી સુવિધા, બેંક એકાઉન્ટ ખોલાવ્યા વિના બનાવડાવો તમારું ATM કાર્ડ

FDI થી વધુ રેમિટન્સ

જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર ઓછી અથવા મધ્યમ આવક ધરાવતા દેશોને 2017 ની સરખામણીમાં 2018 માં 9 .6 ટકા વધુ રેમિટન્સ મળ્યા અને 2018 માં આ આંકડો 529 બિલિયન ડૉલર (લગભગ 37,030 બિલિયન રૂપિયા) હતો. વૈશ્વિક રેમિટન્સ વધીને 689 બિલિયન ડોલર (લગભગ 48,230 બિલિયન રૂપિયા) થઈ ગયા છે, જે 2017 માં 633 બિલિયન ડોલર (લગભગ 43,044 બિલિયન રૂપિયા) હતા. તો 2018 માં, ચીન સિવાયના ઓછા અને મધ્યમ આવક ધરાવતા દેશોને એફડીઆઈ કરતા વધુ રેમિટન્સ મળ્યા.

English summary
Indians In The Forefront Of Sending Money From Abroad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X