સ્મોલકેપ મ્યુચઅલ ફંડમાં કરો રોકાણ, સંપત્તિમાં 83 ટકાનો વધારો

small cap mutual funds: રિટેલ રોકાણકારોની ભાગીદારીમાં ઉછાળો અને બજારમાં તેજીના કારણે માર્ચ 2024ના અંતમાં સ્મોલકેપ મ્યુચઅલ ફંડ કેટેગરીની સંપત્તિ 2.43 લાખ કરોડ રૂપિયા સુધી વધી ગઇ છે. આ વર્ષિક આધારે 83 ટકાનો વધારો દર્શાવે છે.

રોકાણકારોની સંખ્યામાં વધારો થવાથી સંપત્તિમાં વધારો થયો હતો. માર્ચ 2024માં ફોલિયોની સંખ્યા 1.9 કરોડ પર પહોંચી હતી, જે એક વર્ષ પહેલા 1.09 કરોડ હતી. 81 લાખનો વધારો થયો હતો. આ સ્મોલ-કેપ ફંડ્સ તરફ રોકાણકારોનો ઝોક દર્શાવે છે.

સ્મોલ કેપ ફંડ્સમાં વલણ વધી રહ્યું છે - FIRES ના વાઇસ પ્રેસિડેન્ટ (સંશોધન) ગોપાલ કાવલીરેડ્ડીએ જણાવ્યું હતું કે, ભારતની અર્થવ્યવસ્થાનો વિકાસનો માર્ગ લોકોમાં વધુ રસ આકર્ષી રહ્યો છે.

આના કારણે ઘણી અનલિસ્ટેડ સ્મોલ-કેપ કંપનીઓએ મૂડીબજારમાંથી સમર્થન મેળવ્યું છે. આ વલણ રોકાણકારોને લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવનાઓ પર નજર રાખીને આશાસ્પદ તકો પ્રદાન કરે છે.

mutual funds

ગોપાલ કાવલીરેડ્ડીએ જણાવ્યું હતું કે, સામાન્ય ચૂંટણીઓ, ચોમાસાની આગાહી, આર્થિક પ્રવૃત્તિ, ફુગાવો, જીડીપી અંદાજ અને નાણાકીય વર્ષ 2024-25 માટે કમાણીની વૃદ્ધિ જેવા પરિબળો સ્મોલ-કેપ કંપનીના મૂલ્યાંકન પર અસર કરી શકે છે, અને સેગમેન્ટમાં અસ્થિરતા લાવી શકે છે.

40 હજાર કરોડથી વધુનું રોકાણ આવ્યું - સ્મોલ-કેપ ફંડ્સમાં નાણાકીય વર્ષ 2023-24માં રૂપિયા 40,188 કરોડનો પ્રવાહ જોવા મળ્યો હતો, જે અગાઉના નાણાકીય વર્ષમાં નોંધાયેલા રૂપિયા 22,103 કરોડ કરતાં વધુ હતો. જોકે, માર્ચ મહિનામાં પણ બે વર્ષમાં પ્રથમ વખત સ્મોલ-કેપ ફંડ્સમાં રૂપિયા 94 કરોડની ચોખ્ખી વેચવાલી જોવા મળી હતી.

એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એએમએફઆઈ)ના ડેટા અનુસાર, સ્મોલ-કેપ મ્યુચ્યુઅલ ફંડ્સની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) માર્ચ 2023ના અંતે રૂપિયા 2.43 લાખ કરોડ અને માર્ચ 2022ના અંતે રૂપિયા 1.33 લાખ કરોડ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X