Investment Tips : રોજ 17 રૂપિયાનું રોકાણ કરો, નાની ઉંમરમાં બની જશો કરોડપતિ
Investment Tips : મોંઘવારીના જમાનામાં બચત ખુબ જ અનિવાર્ય જરૂરિયાત છે. આવા સમયે લોકો પોતાની બચતનું રોકાણ બેંક અથવા સોના-ચાંદીમાં કરે છે. જેમાં વળતળનું પ્રમાણ ઘણુ ઓછુ હોય છે. આવાનારા ખરાબ સમયમાં આ બચત તેમને કામ આવે છે.
Investment Tips : મોંઘવારીના જમાનામાં બચત ખુબ જ અનિવાર્ય જરૂરિયાત છે. આવા સમયે લોકો પોતાની બચતનું રોકાણ બેંક અથવા સોના-ચાંદીમાં કરે છે. જેમાં વળતળનું પ્રમાણ ઘણુ ઓછુ હોય છે. આવાનારા ખરાબ સમયમાં આ બચત તેમને કામ આવે છે. આવી પરિસ્થિમાં નાના રોકાણ સામે વધારે વળતર મેળવવાની રીતોમાં જોખમની સંભાવના રહે છે.
ફ્યુચર પ્લાનિંગ માટે નાની ઉંમરથી શરૂ કરવી ફાયદાકારક માનવામાં આવે છે. આવામાં આજે અમે તમને એવા નાના રોકાણ વિશે જણાવી રહ્યા છીએ, જે તમને નાની ઉંમરમાં કરોડ પતિ બનાવી શકે છે.

જે સમયે રોકાણ શરૂ કરો એ જ સમય ઉત્તમ
તમે રોકાણ શરૂ કરતા પહેલા કોઈપણ જાણકાર અથવા નિષ્ણાતની સલાહ પણ લઈ શકો છો. ઇન્વેસ્ટમેટ માટે, અમે તમને કેટલીક બાબતોઉદાહરણ દ્વારા જણાવી રહ્યા છીએ, જો તમે રોકાણ કરવા ઇચ્છતા હોય તો, તમે આમાંથી કેટલાક આઇડિયાની મદદ લઇ શકો છો.
રોકાણકરવાનો ઉત્તમ સમય એ જ છે, જ્યારથી તમે રોકાણ કરવાનું શરૂ કરો છો. તમે દરરોજ થોડા પૈસા જમા કરીને પણ ભવિષ્ય માટે મોટું ફંડતૈયાર કરી શકો છો.

પ્રતિ માસ કરો 500 રૂપિયાની બચત
આજે અમે તમને જણાવીશું કે, તમે તમારી જરૂરિયાતમાંથી કેટલાક પૈસા બચાવીને મોટું ફંડ (નાના રોકાણ સાથે મોટું ફંડ) કેવી રીતે તૈયારકરી શકો છો.
ઉદાહરણ તરીકે જો તમે દર મહિને રૂપિયા 500નું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે દરરોજ રૂપિયા 17 ની બચતકરવી પડશે. દરરોજ 17 રૂપિયાની બચત કરવી એ તમારા માટે કોઈ મોટી વાત નથી.

મળશે 20 ટકા અથવા વધુ વળતર
શરૂઆતમાં તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને બચત કરવાની શરૂઆત કરી શકો છો. દર મહિને 500 રૂપિયાની SIP સાથે પણ તમારુંકરોડપતિ બનવાનું સપનું પૂરું થઈ શકે છે.
કરોડપતિ બનવા માટે તમારે મ્યુચ્યુઅલ ફંડમાં દરરોજ 17 રૂપિયા (રૂપિયા 500 પ્રતિ માસ)નુંરોકાણ કરવું પડશે. છેલ્લા કેટલાક વર્ષોમાં એવા ઘણા મ્યુચ્યુઅલ ફંડ છે જેમને 20 ટકા કે તેથી વધુનું વળતર તેમના રોકાણકારોને આપ્યુંછે.

20 વર્ષમાં પૈસા વધશે
આ માટે તમારે દરરોજ 17 રૂપિયા એટલે કે મહિનામાં 500 રૂપિયા (વાર્ષિક 6 હજાર રૂપિયા) નું રોકાણ કરવું પડશે. 20 વર્ષ માટે વાર્ષિક 6હજાર રૂપિયા જમા કરીને તમે 1.2 લાખ રૂપિયા જમા કરો છો.
20 વર્ષમાં તમારું ફંડ 15 ટકા વાર્ષિક વળતર પર વધીને 7 લાખ 8 હજારરૂપિયા થઈ જશે. જો આપણે 20 ટકા વાર્ષિક વળતરની વાત કરીએ તો આ ફંડ વધીને 15.80 લાખ રૂપિયા થઈ જશે.

30 વર્ષમાં પૈસાની ગણતરી
બીજી તરફ જો તમે આ રોકાણનો સમયગાળો વધારીને 30 વર્ષ કરો છો, તો આ સમય દરમિયાન તમે કુલ 1.8 લાખ રૂપિયા જમા કરાવો છો.
જો તમને 30 વર્ષ સુધી આના પર 20 ટકા વાર્ષિક વળતર મળે છે, તો તમારું ફંડ વધીને 1.16 કરોડ રૂપિયા થઈ જશે. મ્યુચ્યુઅલ ફંડમાંરોકાણ કરવાથી રોકાણકારને ચક્રવૃદ્ધિનો લાભ મળે છે. આમાં તમે દર મહિને નાની રકમથી રોકાણ કરી શકો છો.
આ જ કારણ છે કે, નાનીરકમના રોકાણ પર તમને મોટું ફંડ મળવાની શક્યતા વધારે છે. આ રોકાણ તમને નાની ઉંમરમાં કરોડપતિ બનાવી શકે છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
