For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શેર બજારમાં રોકાણકારોએ 7.4 લાખ કરોડ ગુમાવ્યા, કોરોનાની બીકથી માર્કેટમાં ગાબડું

કોરોનાની નવી લહેરની બીકથી ભારતીય શેર બજાર સતત ત્રીજા દિવસે ગિરાવટ સાથે બંધ થયું. સેંસેક્સ 241 અંક ગગળી 60,828 અંક પર આવી ગયો. જ્યારે Nifty ગગળી 18,113ના સ્તરે બંધ થયો. આ ત્રણ દિવસમાં શેર બજારના રોકાણકારોને 7.4 લાખ કરોડ ર

|
Google Oneindia Gujarati News

Share Market Update: કોરોનાની નવી લહેરની બીકથી ભારતીય શેર બજાર ગુરુવારે 22 ડિસેમ્બરના રોજ સતત ત્રીજા દિવસે ગિરાવટ સાથે બંધ થયું. બૉમ્બે સ્ટૉક એક્સચેંજના 30 શેર વાળો પ્રમુખ સૂચકાંક સેંસેક્સ 0.39 ટકા અથવા 241.02 અંક ગગળી 60,826.22 અંક પર બંધ થયો. જ્યારે નેશનલ સ્ટૉક એક્સચેંજનો 50 શેર વાળો પ્રમુખ સૂચકાંક નિફ્ટી આજે 0.47 ટકા અથવા 85.25 અંક ગગળી 18,113.85ના સ્તર પર આવી ગયો. લગભગ તમામ સેક્ટર્સના ઈંડેક્સ લાલ નિશાનમાં બંધ થયું. સૌથી વધુ ઑટો મોબાઈલ, મેટલ અને સરકારી બેંકોના શેરમાં આજે ગિરાવટ જોવા મળી. આ ગિરાવટને પગલે શેર બજારના રોકાણકારોને આજે 2.47 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

share market

BSEમાં લિસ્ટેડ કંપનીઓ માર્કેટ કેપ

બજારમાં ગિરાવટ સાથે બૉમ્બે સ્ટૉક એક્સચેંજમાં લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કૈપિટલાઈઝેશન આજે ગગળી 280.48 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું. જો તેના પાછલા કારોબારી દિવસ અથવા બુધવારે 21 ડિસેમ્બરે 282.95 લાખ કરોડ રૂપિયાની ગિરાવટ આવી છે.

3 દિવસમાં રોકાણકારોના 7.4 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા

પાછલા ત્રણ દિવસોમાં સેંસેક્સ અત્યાર સુધીમાં 1022 અંક ગગળી ચૂક્યો છે. સોમવારે 19 ડિસેમ્બરે સેંસેક્સ 61835 અંક પર બંધ થયો હતો, જે આજે ગગળી 60826ના સ્તર પર આવી ગયો. આ ત્રણ દિવસમાં BSEમાં લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપમાં 7.42 લાખ કરોડ રૂપિયાની ગિરાવટ આવી ગઈ છે.

સેંસેક્સના આ 5 શેરમાં આજે સૌથી વધુ તેજી

સેંસેક્સના 30માંથી 5 શેર આજે બઢત સાથે બંધ થયો. જે 5 શેરમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો છે તેમાં ક્રમશઃ સન ફાર્મા (Sun Pharma), એશિયન પેંટ્સ (Asian Pants), ઈંફોસિસ (Infosys), અલ્ટ્રાટેક સીમેંટ (Ulratech Cement) અને કોટક મહિન્દ્રા બેંક (Kotak Mahindra Bank)નું નામ સામેલ છે. આ શેરમાં 0.47% થી લઈ 0.92% સુધીની તેજી જોવા મળી.

સેંસેક્સના આ 5 શેર સૌથી વધુ ગગળ્યા

જ્યારે સેંસેક્સના કુલ 24 શેર ગિરાવટ સાથે બંધ થયા. જે 5 શેરોમાં સૌથી વધુ ગિરાવટ જોવા મળી, તેમાં ક્રમશઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, ઈંડસઈંડ બેંક, ટાટા મોટર્સ અને ટાટા સ્ટીલ સામેલ છે. આ તમામ શેર આજે 1.92 ટકાથી લઈ 2.45 અંક સુધી ગગળીને બંધ થયા છે.

125 શેરમાં અપર સર્કિટ લાગી

વેચવાલીના માહોલને પગલે આજે બજારમાં અપર સર્કિટની સરખામણીએ લોઅર સર્કિટ વધુ શેરમાં લાગી છે. જાણકારી મુજબ આજે કુલ 123 શેર પર અપર સર્કિટ લાગી છે. જ્યારે 403 શેરમાં લોઅર સર્કિટ લાગી છે. જે શેરમાં આજે અપર સર્કિટ લાગી તેમાં વીરકૃપા જ્વેલર્સ, ભાટિયા કોમ્યુનિકેશન્સ એન્ડ રિટેલ, પીએનજીએસ ગાર્ગી ફેશન જ્વેલરી, ઈન્ડિયન લિંક ચેન મેન્યુફેક્ચરર્સ અને યૂનાઈટેડ લીજિંગ એન્ડ ઈંડસ્ટ્રીઝ વગેરે પ્રમુખ રહ્યા.

77 શેર પોતાના 52 અઠવાડીયાની ઉચ્ચતમ સપાટીએ

નબળાં બજારમાં 77 શેર એવા રહ્યા હતા જેમણે આજે બીએસઈ પર પોતાના એક વર્ષના સૌથી ઉંચા સ્તરને આંબ્યો. આ શેરોમાં અબાંસ એન્ટરપ્રાઈઝિસ, એબૉટ ઈન્ડિયા, ભગવતી ઑટોકૉસ્ટ, ઈન્ડિયન લિંક ચેન મેન્યુફેક્ચરર્સ, જિંદલ વર્લ્ડવાઈડ, જ્યોતિ લૈબ્સ, રેટાન ટીએમટી, એસજી ફિનસર્વ અને વિન્ની ઓવરસીઝ વગેરે પ્રમુખ રહ્યા. જ્યારે 146 શેર એવા પણ રહ્યા, જેમણે આજે કારોબાર દરમિયાન ગગળી પોતાના એક વર્ષના નીચલા સ્તરને અડ્યું.

English summary
Investors in the stock market lost 7.4 lakh crores, 403 shares hit lower circuit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X