Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

iPhone 12ના 4 વેરિયન્ટ લૉન્ચ, જાણો ફીચર અને કિંમત

iPhone 12ના 4 વેરિયન્ટ લૉન્ચ, જાણો ફીચર અને કિંમત

નવી દિલ્હીઃ એપ્પલે iPhone 12 નાં મૉડલ લૉન્ચ કરી દીધાં છે. જેમાં iPhone 12 mini, iPhone 12, iPhone 12 Pro અને iPhone 12 Pro Max સામેલ છે. એપ્પલ તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ આઈફોન 12 અને આઈફોન 12 મિની 64 જીબી, 128 જીબી અને 256 જીબીમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ભારતમાં આઈફોન 12ની શરૂઆતી કિંમત 79900 રૂપિયા છે. જો કે આઈફોન 12 મિનીની શરૂઆતી કિંમત 69900 રૂપિયા છે. આ ઉપરાંત આઈફોન 12 પ્રો અને આઈફોન 12 પ્રો મેક્સ 128 જીબી, 256 જીબી અને 512 જીબીમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આઈફોન 12 પ્રોની ભારતમાં શરૂઆતી કિંમત 1,19,000 રૂપિયા છે અને આઈફોન 12 પ્રો મેક્સની ભારતમાં શરૂઆતી કિંમત 1,29,000 રૂપિયા છે.

આઈફોન 12ની ખાસિયત

આઈફોન 12ની ખાસિયત

આઈફોન 12 એલઈડી ડિસ્પ્લે સાથે આપવામાં આવી રહ્યો છે. એપ્પલ મુજબ આઈફોન 12 સીરીઝના મોબાઈલ ફોન 5જી પર પણ કામ કરશે. આ તમામ સ્માર્ટફોનમાં આઈઓએસ 14 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. આ ઉપરાંત એ14 બાયોનિક એસઓસી એસઓસી પ્રોસેસર છે. આઈફોન 12માં 12 મેગાપિક્સલના બે વાઈડ એંગલ સેંસર પણ આપવામા ંઆવ્યાં છે. એપ્પલના આ ફોન 15 વૉટ સુધી વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

આઈફોન 12 મિનીની ખાસિયત જાણો

આઈફોન 12 મિનીની ખાસિયત જાણો

આઈફોન 12 મિનીમાં 5.4 ઈંચની ડિસ્પ્લે, સુપર રેટિના એક્સડીઆર ડિસ્પ્લે, એ14 બાયોનિક એસઓસી પ્રોસેસર, 5જી સપોર્ટ આપવામાં આવ્યું છે. એપ્પલ મુજબ આઈફોન 12 અને આઈફોન 12 મિનીમાં એક ફરક છે. આફોન સાઈઝમાં મોટો છે. આ ફોન 4.7 ઈંચના આઈફોન 7 જેવા ફોનથી નાનો અને હળવો છે.

આઈફોન 12 પ્રોની ખાસિયત જાણો

આઈફોન 12 પ્રોની ખાસિયત જાણો

આઈફોન 12 પ્રોમાં 6.1 ઈંચની ડિસ્પ્લે અને આઈફોન 12 પ્રો મેક્સમાં 6.7 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. આઈફોન 12 પ્રોમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે, જેમાં 2 વાઈડ એંગલ સેંસર અને એક ટેલિફોટો લેંસ પણ આપવમા આવ્યો છે. આઈફોન 12 પ્રો મેક્સમાં શ્રેષ્ઠ કેમેરા સેટઅપ છે. આ ટેલિફોટો કેમેરાથી 2.5 એક્સ ઑપ્ટિકલ જૂમ કરી શકાય ચે. આની સાથે જ સારો અલ્ટ્રા વાઈડ એંગલ કેમેરા પણ છે. આઈફોન 12 સીરીઝમાં એચડીઆર વીડિયો રેકોર્ડિંગ અને ડૉલ્બી વિજન એચડીઆર પણ સપોર્ટ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X