ઈરાન-અમેરિકાએ ભારતનું ટેન્શન વધાર્યું, ઓઈલની કિંમતોને લઈ સાઉદી અરબની મદદ માંગી

ઈરાન-અમેરિકાએ ભારતનું ટેન્શન વધાર્યું, ઓઈલની કિંમતોને લઈ સાઉદી અરબની મદદ માંગી

નવી દિલ્હીઃ ઈરાન અને અમેરિકા વચ્ચે શરૂ થયેલ બબાલને પગલે ઓઈલની કિંમતોને લઈ ભારત સરકારની ચિંતા વધી ગઈ છે. ભારતે સ્ટ્રેટ ઑફ હોરમુઝ સાથે જોડાયેલ ઘટનાક્રમોને કારણે ઓઈલની કિંમતો વધવા પર શુક્રવારે ચિંતા વ્યક્ત કરી છે. આ સંબંધમાં પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સાઉદી અરબના ઉર્જા મંત્રી ખાલિદ-અલ0ફલિહ સાથે ફોન પર વાત કરી છે. તેમણે ઓપેકના મુખ્ય સભ્ય દેશ સાઉદી અરબને ઓઈલની કિંમતોને કાબૂમાં રાખવા માટે સક્રિય ભૂમિકા નિભાવવા કહ્યું. જણાવી દઈએ કે ઓઈલ સાથે જોડાયેલ મામલામાં ભારત લગભગ 83 ટકા આયાત પર નિર્ભર છે.

crude oil

જણાવી દઈએ કે બ્રેન્ટ ઓઈલની કિંમતમાં ગુરુવારે 5 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો, જે જાન્યુઆરી બાદ સૌથી ઉપલા સ્તરે છે. બ્રેન્ટ ઓઈલની કિંમત હાલ 65 ડૉલર પ્રતિ બેરલ છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સાઉદીના પેટ્રોલિયમ મંત્રી ખાલિદ અલ ફલીહ સાથે હાલાત પર ચર્ચા કરી. ધર્મેન્દ્ર પ્રધાને ટ્વીટ કર્યું, 'હોર્મુઝ જલડમરૂ મધ્યનની ઘટના ચિંતાની વાત છે જેનાથી ઓઈલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે.' તેમણે ઓઈલની કિંમતોમાં ઉતાર-ચાવને લઈ ભારતીય ગ્રાહકોની સંવેદના વ્યક્ત કરી. ભારત પોતાની ઉર્જાની અડધી જરૂરિયાતોને યૂએઈથી પૂરી પાડે છે.

પેટ્રોલિયમ મંત્રીએ લખ્યું કે, સાઉદી અરબના ઉર્જા, ઉદ્યોગ અને ખનિજ સંસાધન મંત્રી ખાલિદ અલ ફલીહ સાથે ફોન પર વાત થઈ. ભારત અને સાઉદી અરબ વ્ચેચ રણનૈતિક ભાીદારીને વધુ મજબૂત બનાવવા માટે હાઈડ્રોકાર્બન ક્ષેત્રમાં સહયોગને વધારવા પર ચર્ચા થઈ. ઓઈલની જરૂરતને ધ્યાનમાં રાખતા ભારત સરકાર પ્રાઈવેટ રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

જણાવી દઈએ કે હોરમુઝ સ્ટ્રેટ પર ઈરાની સેના દ્વારા અમેરિકી નૌસેનાના એક ડ્રોનને તોડી પાડ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ દ્વારા ઈરાન વિરુદ્ધ આકરી કાર્યવાહીનું એલાન કરવામાં આવ્યું હતું. જે બાદ આ ક્ષેત્રમાં તણાવની સ્થિતિ પેદા થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે દુનિયામાં એક ચોથાઈ એલએનજી અને દુનિયાના ઓઈલનો લગભગ પાંચમો ભાગ ઈરાનની સીમાઓને પાર કરતી સંકરી સમુદ્રી નાલી હૉર્મુઝના જલડમરૂમધ્યથી થઈ પસાર થાય છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં ધર્મેન્દ્ર પ્રધાને સંયુક્ત અરબ અમીરાતના મંત્રી અને અબૂ ધાબી નેશનલ ઓઈલ કંપનીના સમૂહના સીઈઓ સુલ્તાન અહમદ અલ જાબેર સાથે વાતચીત કરી. જેમણે આ સમસ્યા દરમિયાન ભારતને ઓઈલ અને રાંધણ ગેસના અવિરત પૂર્વઠાનું આશ્વાસન આપ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X