1 એપ્રિલથી બદલાઈ જશે ટ્રેન ટિકિટ સાથે જોડાયેલો આ મોટો નિયમ
જો તમે ભારતીય રેલવે દ્વારા મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ વિશેષ છે. ખરેખર, ટ્રેનની ટિકિટોને લઈને ભારતીય રેલવે મોટો ફેરફાર કરવા જઈ રહી છે.
જો તમે ભારતીય રેલવે દ્વારા મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ વિશેષ છે. ખરેખર, ટ્રેનની ટિકિટોને લઈને ભારતીય રેલવે મોટો ફેરફાર કરવા જઈ રહી છે. રેલવે 1 એપ્રિલથી મુસાફરો માટે નવી સુવિધા શરુ કરવા જઈ રહી છે. હવે તમને એરલાઈન્સની જેમ રેલવેમાં પણ સંયુક્ત પેસેન્જર નામ રેકોર્ડ (PNR) જારી કરશે. ટ્રેન દ્વારા મુસાફરી કરતા દરેક નાગરિકને તેનો લાભ મળશે.
આ પણ વાંચો: નુકશાનમાં ચાલી રહેલા જેટ એરવેઝને પીએનબી તરફથી સહારો મળ્યો

ભારતીય રેલ્વેએ નવી યોજના શરૂ કરી
1 એપ્રિલથી રેલવેએ તેના મુસાફરો માટે નવી યોજના શરુ કરવાની તૈયારી કરી લીધી છે. આ નવી યોજના હેઠળ તમને એરલાઇન્સની જેમ એક જ મુસાફરી દરમિયાન એક પછી બીજી ટ્રેનો દ્વારા મુસાફરીની સ્થિતિમાં હવે સંયુક્ત પેસેન્જર નામ રેકોર્ડ (PNR) મળશે. આની મદદથી પ્રથમ ટ્રેનના વિલંબને લીધે, જો બીજી ટ્રેન છૂટવાની સ્થિતિ બને તો તમે કોઈપણ ચાર્જ વિના તમે તમારી ટિકિટ કેન્સલ કરી શકો છો.

નવું પરિવર્તન શું છે તે જાણો
નવા નિયમો બધા ક્લાસ માટે લાગુ પડશે. એક જ પીએનઆર હોવા પર, તમે એક પીએનઆરને કેન્સલ કરી તમારી બીજી ટ્રેનનું રિફંડ કોઈપણ ચાર્જ વિના મેળવી શકો છો. બીજી ટ્રેનનું રિફંડ મેળવવું પણ સરળ થઇ જશે. તમને જણાવી દઈએ કે જો તમે 2 ટ્રેન બુક કરો છો, તો તમારા નામ પર 2 પીએનઆર જનરેટ થશે. પરંતુ 1 એપ્રિલથી ભારતીય રેલવેએ નિયમોમાં ફેરફાર કરવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. જેના હેઠળ 2 પીએનઆરને લિંક કરવું સહેલું કરી દીધું છે, પછી તમે ઓનલાઇન ટિકિટ બુક કરાવી હોય કે કાઉન્ટર પરથી લીધી હોય.

રિફંડ માટેની શરતો
આ નવી યોજના અંતર્ગત તમારે સંયુક્ત પીએનઆરની ટિકિટ કેન્સલ પર રીફંડ મેળવવા માટે ચોક્કસ શરતોનું પાલન કરવું પડશે. બંને ટિકિટ પર પેસેન્જરની વિગતો સમાન હોવી જોઈએ. આ નિયમો બધા લોકો અને બધા ક્લાસની ટિકિટ પર લાગુ થશે. માત્ર એટલું જ નહીં, જે સ્ટેશન પર પહેલી ટ્રેન પહોંચી છે અને જે ટ્રેનથી બીજી ટ્રેન પકવાની છે તે બંને સ્ટેશન એક હોવા જોઈએ. જો કોઈ સ્ટેશન પર રિફંડ ઉપલબ્ધ નથી, તો તમારા દ્વારા ભરવામાં આવેલી TDR 3 દિવસ માટે માન્ય રહેશે. જો તમે કાઉન્ટર પરથી ટિકિટ લીધી છે, તો તમે પ્રથમ ટ્રેનના આગમનના સાચા ટાઈમના 3 કલાકની અંદર તમારી બીજી ટ્રેન કેન્સલ કરાવી શકો છો.












Click it and Unblock the Notifications
