Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નુકશાનમાં ચાલી રહેલા જેટ એરવેઝને પીએનબી તરફથી સહારો મળ્યો

સંઘર્ષ કરી રહેલી એરલાઇન કંપની જેટ એરવેઝને મોટી રાહત મળી છે. પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) પાસેથી જેટને 20.50 અબજ રૂપિયાની લોન મળી ગઈ છે.

સંઘર્ષ કરી રહેલી એરલાઇન કંપની જેટ એરવેઝને મોટી રાહત મળી છે. પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) પાસેથી જેટને 20.50 અબજ રૂપિયાની લોન મળી ગઈ છે. સરકારે નાણાકીય કટોકટીમાંથી જેટ એરવેઝને બહાર કાઢવાનું નક્કી કર્યું છે. જેટ એરવેઝને પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) પાસેથી 2,050 કરોડ રૂપિયાની લોન મળી ગઈ છે. જેટ એરવેઝ, PNB એ પાસેથી 1,100 કરોડ રૂપિયાની વિદેશી ચલણની ટર્મ લોન અને 950 કરોડ રૂપિયાની ક્રેડિટ સુવિધા મેળવી.

Jet Airways

જણાવી દઈએ કે સરકાર જેટ એરવેઝની સ્થિતિનું નજીકથી નિરીક્ષણ કરી રહી છે. આર્થિક રીતે નબળા એરલાઇન્સને બચાવવા માટે પણ વાતચીત ચાલી રહી છે. સરકારનું વલણ ખાસ કરીને મહત્વનું છે કારણ કે ધિરાણકર્તા કંપનીના દેવાનો એક ભાગ સ્ટોકમાં રૂપાંતરિત કરવાની દરખાસ્તને આગળ વધારવા માટે એરલાઇનના મુખ્ય હિતધારકો સાથે વાતચીત કરી રહ્યા છે. જણાવી દઈએ કે વાણિજ્ય, ઉદ્યોગ અને નાગરિક ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુ કહે છે કે સરકાર પરિસ્થિતિની નજીકથી દેખરેખ રાખી રહી છે.

જાણકારી આપી દઈએ કે આ પહેલા બે એરલાઇન્સ આવી મુશ્કેલ પરિસ્થિતિમાં ઘેરાયેલી હતી. પહેલી કિંગફિશર એરલાઇન્સ હતી જેને રોકડ કટોકટીને કારણે ડેલી ઓપરેશન ચાલુ રાખવા મુશ્કેલ થઇ ગયા હતા. વર્ષ 2012 માં કિંગફિશર એરલાઇન્સ બંધ થઇ ગઈ હતી. કિંગફિશર એરલાઇન્સના પ્રમોટર વિજય માલ્યાએ વિદેશી ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ) દ્વારા કિંગફિશર એરલાઇનને ચલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુપીએ સરકારે તેમની વાત સાંભળી ન હતી અને કિંગફિશર ઓક્ટોબર 2012 માં બંધ થઈ ગઈ.

બે વર્ષ પછી, બીજી એરલાઇન સ્પાઇસજેટ પણ રોકડ કટોકટીમાં હતી, જેના કારણે કંપનીના દૈનિક કામગીરીને અસર થઈ હતી. દેવાદારોનું દેવું કંપની પર વધ્યું, પરંતુ આ સ્થિતિમાં, એનડીએ સરકારે બેકડોરથી આ કટોકટીમાંથી સ્પાઇસજેટને બહાર કાઢી. ઉદ્યોગપતિ અજય સિંહે સ્પાઇસજેટને ઉડાન આપી હતી. તેઓએ સ્પાઇસજેટના હિસ્સો તે સમયના પ્રોમોટર મારન પાસેથી ખરીદી લીધો.

ખુશીની વાત એ છે કે જેટ એરવેઝને બચાવવા માટે સરકારનો સાથ મળતો દેખાઈ રહ્યો છે. સરકારે ગુરુવારે કહ્યું હતું કે તે જેટ એરવેઝના ટિકિટ વેચાણને રોકશે નહીં કારણ કે તેનાથી ઇન્ડસ્ટ્રીમાં ગભરાહટ વધી જશે. તો ડીજીસીએ દ્વારા પસાર કરવામાં આવેલા એરલાઇન્સના ઉડાન કાર્યક્રમોના પાલનનું નિરીક્ષણ કરવા માટે યોગ્ય મિકેનિઝમની રચના કરવામાં આવી છે.

જણાવી દઈએ કે જેટ એરવેઝે ગયા સપ્તાહે કહ્યું હતું કે ભાડા પર વિમાન આપનારી કંપનીઓને ભાડું નહિ ચૂકવવાના કારણે ત્રણ વિમાનોને સંચાલનથી દૂર કરવા પડ્યા હતા. આ ત્રણ વિમાનોની સાથે, કંપનીના અત્યાર સુધીમાં 28 વિમાનો સંચાલનથી દૂર થયા છે. તાજેતરમાં, વિમાન ભાડા પર આપનારી કંપનીએ જેટ સાથેના કરારને સમાપ્ત કરવાની ચેતવણી આપી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X