For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MUST READ: રેલવેની સીટ બુકિંગ કરતા પહેલા આટલું ચોક્કસ જાણો

જો તમે આવનારા દિવસોમાં ટ્રેન દ્વારા મુસાફરી કરવા જઇ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. રેલવેએ ટ્રેન ટિકિટ બુકિંગ સંબંધિત મોટા નિયમોમાં ફેરફાર કર્યા છે.

|
Google Oneindia Gujarati News

જો તમે આવનારા દિવસોમાં ટ્રેન દ્વારા મુસાફરી કરવા જઇ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. રેલવેએ ટ્રેન ટિકિટ બુકિંગ સંબંધિત મોટા નિયમોમાં ફેરફાર કર્યા છે. આવી પરિસ્થિતિમાં ટિકિટો બુકિંગ પહેલાં રીજર્વેશનના નિયમોમાં થયેલા ફેરફારો વિશે જાણવું અત્યંત અગત્યનું છે. ભારતીય રેલવેએ ટિકિટ રિઝર્વેશનને લઈને મોટું પગલું લેતા મહિલા પ્રવાસીઓને ભેટ આપી છે.

આ પણ વાંચો: રેલવેએ ભંગાર વેચીને 197 કરોડ રૂપિયા કમાઈ લીધા

IRCTC એ મહિલા પ્રવાસીઓને ભેટ આપી

IRCTC એ મહિલા પ્રવાસીઓને ભેટ આપી

રેલવેએ ટ્રેન ટિકિટ રિઝર્વેશનના નિયમમાં ફેરફાર કર્યા છે. રેલ્વેએ રિઝર્વેશન માટે ટ્રેનોમાં મહિલાઓની શ્રેણી હેઠળ સીટોના ક્વોટામાં વધારો કર્યો છે. રેલ્વે બોર્ડે પરિપત્ર જાહેર કર્યું છે અને મહિલા ક્વોટા હેઠળ અનામત સીટોની સંખ્યામાં વધારો કર્યો છે. મહિલા ક્વોટા 4 થી વધીને 6 થયા છે. રેલવે બોર્ડે તમામ ઝોનલ રેલવેને સૂચનાઓ આપી છે અને આ માહિતી આપી છે.

નવો નિયમ શું છે તે જાણો

નવો નિયમ શું છે તે જાણો

રેલવેના નિયમો અનુસાર ટ્રેનની કોચમાં નીચેની 4 બેઠકો વરિષ્ઠ નાગરિકો માટે આરક્ષિત રહેશે. પહેલા ફક્ત 3 બેઠકો વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટે આરક્ષિત હતી. રેલવેએ તેમાં વધારો કરતા નવા નિયમો હેઠળ એક્સપ્રેસ ટ્રેનોમાં સ્લીપર ક્લાસમાં મહિલા મુસાફરો માટે 6 બર્થ આરક્ષિત રાખવાનો નિર્ણય કર્યો છે. 3AC ટ્રેનમાં, 6 બેઠકો કોચમાં આરક્ષિત રાખવામાં આવશે. જયારે રાજધાની, દુરંતો અને એર કન્ડીશનીંગ ટ્રેનોમાં પણ મહિલા ક્વોટામાં 6 બર્થનાં ક્વોટા વધારી દીધા છે.

કોણે મળશે તેનો લાભ

કોણે મળશે તેનો લાભ

રેલવેએ મહિલાઓ તેમજ વરિષ્ઠ નાગરિકોને રાહત આપી છે. આ સિવાય 45 વર્ષથી વધુ ઉંમર ધરાવતી મહિલા, સગર્ભા સ્ત્રી, અથવા એકલી મુસાફરી કરતી મહિલાઓને આ યોજનાનો લાભ મળશે. નવી જાહેરાત હેઠળ મહિલાઓમાં પણ 45 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ અથવા ગર્ભવતી મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવશે. રાજધાની, દુરંતો, ગરીબ રથ જેવી એસી ટ્રેનોમાં વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓને 4 નીચેની સીટો આરક્ષિત થશે.

English summary
IRCTC Update: Indian Railway Changed Passenger Reservation Seat Availability inquire Rule
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X