For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેલવેએ ભંગાર વેચીને 197 કરોડ રૂપિયા કમાઈ લીધા

ભારતીય રેલ્વેએ ભંગાર વેચીને રેકોર્ડ કમાણી કરી છે. પશ્ચિમ રેલ્વે અને ઉત્તર પશ્ચિમ રેલ્વેએ તેમનું ભંગાર વેચ્યું છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય રેલ્વેએ ભંગાર વેચીને રેકોર્ડ કમાણી કરી છે. પશ્ચિમ રેલ્વે અને ઉત્તર પશ્ચિમ રેલ્વેએ તેમનું ભંગાર વેચ્યું છે. ઉત્તર પશ્ચિમી રેલવેએ નાણાકીય વર્ષ 2018-19માં ભંગાર વેચીને 197.47 કરોડ રૂપિયાની કમાણી કરી, જેનો આંકડો 190 કરોડ રૂપિયાના નિશ્ચિત લક્ષ્ય કરતાં વધુ છે. તમને એ વાતથી અવગત કરાવી દઈએ કે આ ભંગાર વેચીને ફક્ત 2 ઝોનએ 672 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ કમાણી સમગ્ર નાણાકીય વર્ષની છે.

Indian Railways

તમને જાણકારી આપી દઈએ કે આ વર્ષની શરુવાતમાં આ આવક 135 કરોડ રૂપિયા અનુમાનિત હતી. 2017-18ના નાણાકીય વર્ષની તુલનાએ, આ વર્ષ સ્ક્રેપ વેચીને 14.56 ટકા વધુ આવક થઇ છે. તમને જણાવી દઈએ કે ઉત્તર પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી અભય શર્માએ જણાવ્યું હતું કે ફિલ્ડ યુનિટ્સથી જૂના ભંગારને દૂર કરવા અને વેચવા માટે ચલાવવામાં આવેલા ખાસ અભિયાન હેઠળ ઉત્તર પશ્ચિમ રેલવેના ચારેય મંડળો તથા નિર્માણ સંગઠનએ 40,000 મેટ્રિક ટન ભંગાર હટાવ્યું જેનાથી ઉત્તર પશ્ચિમ રેલવેએ તેને વેચી ખુબ કમાણી કરી છે.

આ પણ વાંચો: ખાનગી કર્મચારીઓ માટે સારા સમાચાર, પેન્શનમાં વધારો થશે

પાછલા વર્ષની તુલનામાં આ વખતે 6.87 ટકા વધુ દરે ભંગાર વેચાયું હતું. આ અભિયાનથી રેલ્વેના સ્થળે સ્વચ્છતામાં વધારો થયો છે અને બીજી તરફ રેલ્વેની સલામતી પણ મજબૂત થઇ છે. બીજી બાજુ, પશ્ચિમ રેલ્વેએ 537 કરોડ રૂપિયાનું ભંગાર વેચી દીધું. પશ્ચિમ રેલવેએ કહ્યું છે કે તેણે બિઝનેસ આવક કમાવામાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે અને સમય પાલન માટે સમગ્ર દેશમાં રેલ નેટવર્કમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

આ પણ વાંચો: 1000 રેલ્વે સ્ટેશનો પર બન્યું ફ્રી વાઇ-ફાઈ ઝોન

પશ્ચિમ રેલ્વેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર રવિંદર ભાકરએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2018-19માં, અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ રેકોર્ડ સ્થાપિત કરતા પશ્ચિમ રેલ્વેએ 537 કરોડ રૂપિયાનું ભંગાર વેચ્યું છે અને 18 હજાર 225 કરોડની વ્યવસાયિક કમાણી કરી છે.

English summary
Indian Railways Has Earned Record By Selling Junk
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X