For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1000 રેલ્વે સ્ટેશનો પર બન્યું ફ્રી વાઇ-ફાઈ ઝોન

ભારતમાં છેલ્લા બે-ત્રણ વર્ષમાં સૌથી મોટો ફેરફાર છે. થોડા વર્ષો પહેલા ઇન્ટરનેટનો ઉપયોગ લોકો માટે ખૂબ ખર્ચાળ હતો પરંતુ હવે તે નથી.

|
Google Oneindia Gujarati News

ભારતમાં છેલ્લા બે-ત્રણ વર્ષમાં સૌથી મોટો ફેરફાર છે. થોડા વર્ષો પહેલા ઇન્ટરનેટનો ઉપયોગ લોકો માટે ખૂબ ખર્ચાળ હતો પરંતુ હવે તે નથી. હવે ઇન્ટરનેટનો રેટ ખુબ સસ્તો થઇ ચુક્યો છે. હવે લોકો ઇન્ટરનેટ પર ખૂબ નિર્ભર બની ગયા છે. કોઈપણ સમસ્યા હલ કરવી અથવા કોઈ બીલનું પેમેન્ટ અથવા કોઈ જગ્યાની ટિકિટ બુકીંગ કરવી હોય, દરેક કામ ઇન્ટરનેટ ખુબ સરળ બનાવી દે છે. આ કારણોસર ભારત સરકાર અને નવી ટેલિકોમ કંપની જિયોએ ઇન્ટરનેટની કાયા જ પલટી નાખી છે.

free wifi

ભારતીય રેલવેએ પણ આ કામમાં પૂરો સહકાર આપ્યો છે. હવે ટ્રેન મુસાફરી કરનારા મુસાફરોને ઘણા રેલવે સ્ટેશનો પર મફત વાઇ-ફાઇની સુવિધા મળશે. જોકે આ સુવિધા ઘણા રેલવે સ્ટેશનો પર શરૂ થઈ ગઈ છે પરંતુ હવે તેનો વિસ્તાર વધારી દેવામાં આવ્યો છે. હવે રેલવે મુસાફરોને ભારતમાં 1000 રેલવે સ્ટેશનો પર મફત વાઇ-ફાઇની સુવિધા મળશે.

રેલટેલ એટલે કે RailTel કોર્પોરેશન ઑફ ઇન્ડિયાએ આ અભિયાન જાન્યુઆરી 2016 માં શરૂ કર્યું હતું. તે પછી, કાર્ય હવે પૂર્ણ થઈ ગયું છે. ANI ની રિપોર્ટ મુજબ, 1,000 રેલવે સ્ટેશન પર મફત Wi-Fi નું કામ કરવા માટે કુલ 2 વર્ષ અને ત્રણ મહિનાનો સમય લાગ્યો છે.

આ પણ વાંચો: Big news: આધારને PAN કાર્ડ સાથે લિંક કરવાની ડેડલાઈન વધી

આ અભિયાન પૂર્ણ કર્યા પછી રેલટેલ કૉર્પોરેશન ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ભારતના સ્ટેશનોને ડિજિટલ બનાવવાનું અભિયાન હવે 1,000 સ્ટેશનો સુધી પહોંચી ગયું છે. તમને જણાવી દઈએ કે આ સ્ટેશનો પર મફત Wi-Fi ઝોન હશે, જ્યાં મુસાફરો કોઈપણ ચાર્જ આપ્યા વિના તેમના ડિવાઇસમાં ઇન્ટરનેટ ઍક્સેસ કરી ચલાવી શકશે.

મુંબઇ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી આ અભિયાનની શરૂઆત થઇ હતી. સૌ પ્રથમ મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનને મફત વાઇ-ફાઇ ઝોનમાં બદલવામાં આવ્યું હતું. તો રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની મુસાફરીનું 1000 મું સ્ટેશન મુંબઈમાં સ્થિત સેન્ટ્રલ હાર્બર લાઇન પર રેડી રોડ સ્ટેશન બન્યું છે. રેડી રોડ સ્ટેશન 1000 મું સ્ટેશન છે, જ્યાં મફત Wi-Fi આપવામાં આવ્યું છે. રેલટેલ કૉર્પોરેશન ઓફ ઇન્ડિયા કહે છે કે તે આગળ પણ તેની મુસાફરી ચાલુ રાખશે.

આ પણ વાંચો: SBI એકાઉન્ટ ધારકો માટે 1 મેથી નવી સર્વિસ શરૂ થશે, વ્યાજદરો પર સીધી અસર થશે

English summary
passengers will get free Wi-Fi at some 1,000 railway stations in India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X