For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SBI એકાઉન્ટ ધારકો માટે 1 મેથી નવી સર્વિસ શરૂ થશે, વ્યાજદરો પર સીધી અસર થશે

જો તમારું એકાઉન્ટ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયામાં છે, તો આ સમાચાર તમારા માટે વિશેષ છે. 1 મેથી બેંક નવી સર્વિસ શરૂ કરવા જઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

જો તમારું એકાઉન્ટ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયામાં છે, તો આ સમાચાર તમારા માટે વિશેષ છે. 1 મેથી બેંક નવી સર્વિસ શરૂ કરવા જઈ રહી છે. આ પછી તમારા વ્યાજ દર પર સીધી અસર પડશે. 1 મેથી SBI ની હોમ લોન અને ઓટો લોન પરના વ્યાજ દરની સિસ્ટમમાં ફેરફાર થશે. વાસ્તવમાં આરબીઆઈ દ્વારા 1 મેથી રેપો રેટમાં ફેરફાર કર્યા પછી, બેંકના વ્યાજ દર પર તરત જ લાગુ થશે. આરબીઆઈ દ્વારા રેપો રેટને ઘટાડ્યા બાદ બેંક તેના વ્યાજના દરો તાત્કાલિક ઘટાડશે. જો આરબીઆઈ રેપો રેટ વધારે તો, બેંક તેને તાત્કાલિક વધારી પણ દેશે.

આ પણ વાંચો: SBI ATM કાર્ડમાં નહીં થાય ફ્રોડ, BANKએ શરૂ કરી નવી સુવિધા

1 મેથી બદલાશે નિયમ

1 મેથી બદલાશે નિયમ

SBI એ પ્રથમ બેંક છે, જેણે આ પગલું લીધું છે. નવી સેવા હેઠળ રિઝર્વ બેન્કના રેપો રેટમાં ઘટાડાનો લાભ તાત્કાલિક એસબીઆઇ ગ્રાહકોને મળશે. પરંતુ લાંબા સમયથી એ આરોપો લાગી રહ્યા છે કે આરબીઆઇ રેપો રેટમાં જેટલો ઘટાડો કરે છે, બેન્કો તેમના ગ્રાહકોને તેટલો લાભ આપતી નથી. તે પછી, બેંકે 1 લી મે, 2019 થી બચત બેંક જમા અને ટૂંકા ગાળાના મુદતની લોન માટે વ્યાજ દરને રિઝર્વ બેન્કના રેપો રેટ સાથે જોડવાનો નિર્ણય લીધો છે.

કોણે મળશે લાભ

કોણે મળશે લાભ

એસબીઆઈનો આ નિયમ તે ખાતાધારકોને લાગુ પડશે, જેમના ખાતામાં 1 લાખ રૂપિયાથી વધુ રકમ હશે. બેંકે જણાવ્યું છે કે તે 1 લાખ રૂપિયાથી વધુ જમા પર

વ્યાજને રેપો રેટમાં જોડશે. તમને જણાવી દઈએ કે આરબીઆઈ કોમર્શિયલ બેંકો અથવા અન્ય બેંકોને લોન આપે છે તે રેટને રેપો રેટ કહેવામાં આવે છે. જ્યારે રેપો રેટ ઓછો હોય છે, ત્યારે બેન્કોને મળતી લોન સસ્તી થઇ જાય છે. રેપો રેટ ઘટવાથી હોમ લોન, ઑટો લોન સસ્તી થઇ જાય છે.

SBI ના ખાતાધારકો જાતે જ નક્કી કરી શકશે એટીએમની લિમિટ

SBI ના ખાતાધારકો જાતે જ નક્કી કરી શકશે એટીએમની લિમિટ

એસબીઆઇએ તેના ખાતાધારકોને બીજી વિશેષ સુવિધા આપી છે. આ સુવિધા હેઠળ ખાતાધારક પોતાના ડેબિટ કાર્ડની મર્યાદા જાતે જ નક્કી કરી શકશે. YONO એપની મદદથી ખાતાધારક પોતાના કાર્ડની લિમિટ નક્કી કરી શકશે.

English summary
SBI to link saving deposits, loan pricing to repo rate from May 1
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X