SBI ATM કાર્ડમાં નહીં થાય ફ્રોડ, BANKએ શરૂ કરી નવી સુવિધા
SBI છેલ્લા કેટલાક સમયથી પોતાની ટેક્નોલોજી ઝડપથી બદલી રહી છે. આ જ પરિવર્તન અંતર્ગત બેનકે કેટલાક દિવસોથી એટીએમ કાર્ડ વગર પૈસા ઉપાડવાની સુવિધા શરૂ કરી છે.
SBI છેલ્લા કેટલાક સમયથી પોતાની ટેક્નોલોજી ઝડપથી બદલી રહી છે. આ જ પરિવર્તન અંતર્ગત બેનકે કેટલાક દિવસોથી એટીએમ કાર્ડ વગર પૈસા ઉપાડવાની સુવિધા શરૂ કરી છે. આ સુવિધા વિસ્તારતા બેન્કે પોતાના ગ્રાહકોને એ અધિકાર આપ્યો છે કે ગ્રાહકો ખુદ એટીએમ અંગેના નિયમો નક્કી કરી શકે. જેમાં પૈસા ઉપાડવાની લિમિટથી લઈને અન્ય કામ ગ્રાહકો જાતે જ કરી શકે છે. આ સુવિધાનો ઉપયોગ કરીને ગ્રાહકો એટીએમ કાર્ડથી થતું ફ્રોડ સહેલાઈથી બચાવી શકે છે.
આ પણ વાંચો: ICICI બેંક ઇન્સ્ટન્ટ અને પેપરલેસ હોમ લોનની સુવિધા આપી રહી છે

SBIએ શું કહ્યું
SBIએ કરેલા ટ્વિટ પ્રમાણે તમે એટીએમ/ડેબિટ કાર્ડ ધરાવો છો તો અમે નિયમ કેમ નક્કી કરીએ. હવે બેન્ક તમને એ અધિકાર આપે છે કે તમે ડેબિટ કાર્ડ કે એટીએમનો ઉપયોગ જાતે જ તમે મેનેજ કરો અને SBI યોનો એપ પર જાતે જ એટીએમ કાર્ડની લિમિટ નક્કી કરો.

કેવી રીતે નક્કી કરશો લિમિટ
તમે આ સુવિધાનો ઉપયોગ કરવા સૌથી પહેલા મોબાઈલ ફોનમાં યોનો એપ ડાઉનલોડ કરો. બાદમાં YONOમાં લોગ ઈન કરો, અને મેનુમાં જઈ સર્વિસ રિક્વેસ્ટ સિલેક્ટ કરો. બાદમાં એટીએમ / ડેબિટ કાર્ડ સિલેક્ટ કરીને મેનેજ કાર્ડ પર ક્લિક કરો. અહીં તમે તમારા એટીએમ/ડેબિટ કાર્ડની લિમિટ નક્કી કરી શકો છો. આ ઉપરાંત તેને બદલી પણ શકો છો.

ATM કાર્ડ વગર આ રીતે ઉપાડો પૈસા
SBIએ એટીએમ કે ડેબિટ કાર્ડ વગર પૈસા ઉપાડવાની સુવિધા પણ આપી છે. આ કાર્ડને કારણે થતા ફ્રોડ રોકવા માટે SBIએ આ પગલું લીધું છે. તમે SBI કાર્ડનો ઉપયોગ કર્યા વગર SBI બેન્કના તમાં 16,500 એટીએમમાંથી પૈસા ઉપાડી શકો છો. ટૂંક સમયમાં આ સુવિધા બેન્કના તમામ એટીએમમાં કામ લાગશે.

આ છે પ્રોસેસ
- SBIના ગ્રાહકોએ યોનોએપ ડાઉનલોડ કરવી પડશે.
- SBI યોનો એપ પર કૅશ ઉપાડવાનો ઓપ્શન મળશે.
- SBI યોનો એપમાં કૅશ ટ્રાન્ઝેક્શન કરવા માટે 6 ડિજિટનો પિન સેટ કરવો પડશે.
- ટ્રાન્ઝેક્શન માટે તમારા મોબાઈલ પર SMS દ્વારા ડિજિટ રેફરન્સ નંબર મળશે.
- બાદમાં તમે તમારા નજીકના એટીએમમાં જઈને 30 મિનિટમાં પૈસા ઉપાડી શક્શો.
- એટીએમ પર પણ YONO કૅશનો ઓપ્શન મળશે.
- એટીએમમાં 6 ડિજિટનો પિન અને 6 ડિજિટનો રેફરન્સ નંબર નાખો.
- રેફરન્સ નંબર નાખતા જ એટીએમમાંથી કેશ તમારા હાથમાં હશે.












Click it and Unblock the Notifications
