For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ICICI બેંક ઇન્સ્ટન્ટ અને પેપરલેસ હોમ લોનની સુવિધા આપી રહી છે

હોમ લોન સુવિધા માટે ICICI બેંકે નવી સુવિધા આપી છે. જી હા પ્રાઇવેટ બેંક આઈસીઆઈસીઆઈ બેંકે ઇન્સ્ટન્ટ અને પેપરલેસ હોમ લોનની બે સવલતો લોન્ચ કરી છે.

|
Google Oneindia Gujarati News

હોમ લોન સુવિધા માટે ICICI બેંકે નવી સુવિધા આપી છે. જી હા પ્રાઇવેટ બેંક આઈસીઆઈસીઆઈ બેંકે ઇન્સ્ટન્ટ અને પેપરલેસ હોમ લોનની બે સવલતો લોન્ચ કરી છે. બેંક દાવો કરે છે કે ઇન્ડસ્ટ્રીમાં આ પ્રકારની પહેલી સુવિધા છે. આ હેઠળ સેન્ક્શન લેટર તાત્કાલિક જારી કરવામાં આવશે. બીજી સેવા હેઠળ હાલના ગ્રાહકોના બેંક ખાતામાં તરત જ ટૉપ અપ લોન ટ્રાન્સફર થઇ જશે. ઇન્સ્ટન્ટ લોન હેઠળ પ્રિ એપ્રુવ્ડ પગારવાળા ગ્રાહકોને હોમ લોન સુવિધા મળશે. તેઓ તાત્કાલિક 1 કરોડ રૂપિયા સુધીની 30 વર્ષની લોન લઈ શકશે. તે ઇન્ટરનેટ બેન્કિંગમાંથી લેવામાં આવશે.

ICICI Bank

6 મહિના માટે માન્ય

આ હેઠળ ગ્રાહકને કેવાયસી દસ્તાવેજ, એપ્લિકેશન ફોર્મ અને આવક દસ્તાવેજો લઈને બેંક જવાની જરૂર નથી. બેંકનો સેંકશન લેટર તમારા ઇમેઇલ પર આવશે અને તે 6 મહિના માટે માન્ય રહેશે. જણાવી દઈએ કે હાલની હોમ લોન ગ્રાહકો 10 વર્ષ સુધી 20 લાખ રૂપિયા સુધીની ટૉપ અપ લોન લઈ શકે છે. આ લોન એકદમ પેપર લેસ રીતે તમારા બેંક એકાઉન્ટમાં આવશે.

આ પણ વાંચો: 31 માર્ચ સુધીમાં PAN અને AADHAAR લિંક ન કરાવ્યું તો થશે આ 10 નુક્સાન

બેંક આ લોન માટે ગ્રાહકનો ક્રેડિટ સ્કોર, પગાર, એવરેજ બેલેન્સ અને રિપેમેન્ટનો ટ્રેક રેકોર્ડને જોશે. આ લોન તમારા ક્રેડિટ સ્કોરના આધારે આપવામાં આવશે. તમે આ સુવિધાનો ફક્ત થોડા ક્લિક્સ દ્વારા લાભ લઈ શકો છો.

એટલું જ નહિ આઇસીઆઇસીઆઇ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનૂપ બાગચીનું કહેવું છે કે આઇસીઆઇસીઆઇ બેંકે ઘર, ઓટો અને અન્ય રિટેલ લોન્સને વ્યાપક રીતે સુલભ અને સસ્તી બનાવી દેશમાં રિટેલ લોનની વૃદ્ધિમાં વધારો કર્યો છે. અમારા સતત પ્રયાસો કારણે, અમારી પાસે દેશની ખાનગી ક્ષેત્રની બેંકોમાં સૌથી ઓછા ડિફૉલ્ટ સ્તર સાથે સૌથી મોટો મોરગેજ પોર્ટફોલિયો છે.

આ પણ વાંચો: SBI એકાઉન્ટ ધારકોને ભેટ, હવે તમે જાતે જ ATM ના નિયમો નક્કી કરી શકો છો

તમને જણાવી દઈએ કે આઇસીઆઈસીઆઈ બેંકે દેશના પ્રથમ ઇન્સ્ટન્ટ ક્રેડિટ કાર્ડ, ઇન્સ્ટન્ટ પર્સનલ લોન, ઇન્સ્ટન્ટ ડિજિટલ ક્રેડિટ, પેલેટર તરીકે ઓળખાતી ઇન્સ્ટન્ટ ડિજિટલ ક્રેડિટ, MSME માટે ઇન્સ્ટા ઓવરડ્રાફ્ટ સુવિધા, જાહેર પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ સુવિધા સહીત ઇન્સ્ટન્ટ સુવિધા આપી છે.

ઇન્સ્ટન્ટ હોમ લોન મંજૂરી માટે આ કરો

હોમ લોનની મંજૂરી માટે, પહેલા તમારા આઈસીઆઈસીઆઈ બેંકના નેટ બેન્કિંગ એકાઉન્ટમાં લોગિન કરો. તે પછી તમે એક્સક્લુઝિવ ઓફરિંગના વિકલ્પ પર ક્લિક કરો. આ દરમિયાન તમે ઇન્સ્ટન્ટ સેક્શન - હોમ લોન જોશો. ત્યાં ક્લિક કર્યા પછી તમે લોનની રકમ અને સમય પસંદ કરી શકો છો. આ પછી પ્રોસેસિંગ ફીસ ભરો. હવે સેંક્શન લેટર ડાઉનલોડ કરી લો, જો કે તમને મેઇલ પર તેની માહિતી મળી જશે.

English summary
ICICI Bank Launches Instant And Paperless Home Loan Facility
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X