SBI એકાઉન્ટ ધારકોને ભેટ, હવે તમે જાતે જ ATM ના નિયમો નક્કી કરી શકો છો
જો તમારું બેંક એકાઉન્ટ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં છે તો આ સમાચાર તમારા માટે ખાસ છે. એસબીઆઇએ તેના એકાઉન્ટ ધારકોને નવી સુવિધા આપી છે
જો તમારું બેંક એકાઉન્ટ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં છે તો આ સમાચાર તમારા માટે ખાસ છે. એસબીઆઇએ તેના એકાઉન્ટ ધારકોને નવી સુવિધા આપી છે, જેના હેઠળ તમે તમારા ડેબિટ કાર્ડના નિયમો જાતે જ નક્કી કરી શકશો. એસબીઆઈએ તેના ગ્રાહકોને એવો અધિકાર આપ્યો છે, જેના હેઠળ તમે જાતે જ તમારા ડેબિટ કાર્ડ માટે નિયમો નક્કી કરી શકો છો. ચાલો તમને જણાવીએ કે તમે આ સુવિધાનો લાભ કેવી રીતે લઈ શકો છો.
આ પણ વાંચો: HDFC એલર્ટ! આ એપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી દેશે

SBI ની નવી સુવિધા
એસબીઆઇએ તેના ડેબિટ કાર્ડ ધારકોને નવા અધિકારો આપ્યા છે, જેના હેઠળ તેઓ વપરાશની જરૂરિયાત અનુસાર ડેબિટ મર્યાદા અને ઉપયોગ નક્કી કરી શકે છે. બેંકે તેના ગ્રાહકોને નવી સેવા કાળજીપૂર્વક વાપરવા માટે ચેતવણી આપી છે અને કોઈપણ પ્રકારના ફ્રોડથી સાવચેત રહેવાની સલાહ આપી છે.

કઈ રીતે લઇ શકાય તેનો લાભ
જો તમે તમારી સુવિધા અનુસાર એસબીઆઈ કાર્ડની સીમા નક્કી કરવા માંગતા હો, તો તમારે પ્રથમ YONO એપ ડાઉનલોડ કરવું પડશે. તમને જણાવી દઈએ કે આ YONO એપ એસબીઆઈનું અધિકૃત એપ છે. ડાઉનલોડ કર્યા પછી તમારે YONO માં લૉગિન કરવું આવશ્યક છે. લૉગિન પછી તમારે મેનૂમાંથી સર્વિસ રિક્યોસ્ટ સિલેક્ટ કરવું પડશે. તે પછી એટીએમ / ડેબિટ કાર્ડ પસંદ કર્યા પછી, તમે મેનેજ કાર્ડ પર ક્લિક કરીને તમારી મર્યાદાઓ સેટ કરી શકો છો.

દસ્તાવેજ વિના એકાઉન્ટ ખોલો
તમને જણાવી દઈએ કે એસબીઆઈ તેના ખાતાધારકોને દસ્તાવેજો વિના બચત ખાતું ખોલવાની તક આપી રહી છે. તમે YONO એપ દ્વારા કોઈપણ દસ્તાવેજો વિના તરત જ સેવિંગ્સ એકાઉન્ટ ખોલી શકો છો. આ સુવિધા 31 માર્ચ સુધી ઉપલબ્ધ છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા






Click it and Unblock the Notifications
