For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

HDFC એલર્ટ! આ એપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી દેશે

જો તમારું પણ બેંક એકાઉન્ટ એચડીએફસી બેંકમાં છે તો આ સમાચાર તમારા માટે ખાસ છે. બેંકે તેના ખાતાધારકોને એલર્ટ કર્યા છે. તેમને એક એપ ડાઉનલોડ ન કરવાની સલાહ આપવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

જો તમારું પણ બેંક એકાઉન્ટ એચડીએફસી બેંકમાં છે તો આ સમાચાર તમારા માટે ખાસ છે. બેંકે તેના ખાતાધારકોને એલર્ટ કર્યા છે. તેમને એક એપ ડાઉનલોડ ન કરવાની સલાહ આપવામાં આવી છે. જો ભૂલથી તમે આ એપને તમારા ફોનમાં ડાઉનલોડ કર્યું છે, તો વિલંબ કર્યા વિના તેને ડીલીટ કરી નાખો, નહિ તો થોડો પણ વિલંબ તમારા બેંક એકાઉન્ટને ખાલી કરી શકે છે.

આ પણ વાંચો: SBI ખાતાધારકો માટે ખુશ ખબર, હવે કાર્ડ વગર ATM માંથી રોકડ કાઢી શકાશે

HDFC બેંકએ ખાતાધારકોને કર્યા એલર્ટ

HDFC બેંકએ ખાતાધારકોને કર્યા એલર્ટ

એચડીએફસી બેંકે તેના ખાતાધારકોને એલર્ટ કર્યા છે. ખાનગી ક્ષેત્રની પ્રમુખ બેંક એચડીએફસી બેંકે તેમના ગ્રાહકોને એસએમએસ અને ઇમેઇલ મોકલીને એલર્ટ કર્યા છે. બેંકે તેના એકાઉન્ટ ધારકોને એલર્ટ કરતા કહ્યું કે ભૂલથી પણ તેઓએ AnyDesk નામનું મોબાઇલ એપ ડાઉનલોડ કરવું નહીં. તમારી આ ભૂલ તમારા બેંક એકાઉન્ટને એક ઝટકામાં ખાલી કરી શકે છે.

RBI એ પણ એલર્ટ કર્યા

RBI એ પણ એલર્ટ કર્યા

બેંક પહેલા આરબીઆઇએ પણ લોકોને અને બેંકોને આ મોબાઇલ એપ વિશે એલર્ટ કર્યા હતા. આરબીઆઈએ બેંકોને સલાહ આપી છે કે તેઓ તેમના ગ્રાહકોને એલર્ટ કરે. એસબીઆઇએ બેંકોને અને તેમના ખાતાધારકોને ચેતવણી આપી હતી કે AnyDesk એપ ભૂલથી પણ ડાઉનલોડ કરશો નહિ. આરબીઆઈની ચેતવણીઓ અનુસાર, AnyDesk એપ એક એવું સૉફ્ટવેર છે જે તમારા મોબાઇલ અથવા લેપટોપ દ્વારા બેંક એકાઉન્ટ સાથે વ્યવહાર કરી શકે છે. આવા ઘણા કિસ્સાઓ છે કે જ્યાં યુપીઆઇ પ્લેટફોર્મના હેકરોએ આ એપની મદદથી ખાતાધારકોના મોબાઈલ ડિવાઇસ પર દૂરથી જ ઍક્સેસ કરીને બેન્કિંગ ટ્રાન્જેક્શન કરી બેંક એકાઉન્ટ ખાલી કર્યા છે.

ઑનલાઇન બેંકિંગ ફ્રોડથી કેવી રીતે બચવું

ઑનલાઇન બેંકિંગ ફ્રોડથી કેવી રીતે બચવું

-બેંકે તેમના ગ્રાહકોને સલાહ આપી છે કે તેઓ કોઈ પણ એવી લિંક્સ પર ક્લિક ન કરો કે જે નવા સૉફ્ટવેર અથવા એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમને કહે.

-લોકોએ કમ્પ્યુટર અને મોબાઇલ પર એન્ટિ-વાયરસ અને એન્ટી-માલવેર સૉફ્ટવેર ઇન્સ્ટોલ રાખવાની જરૂર છે.

-તમને શંકા હોય તેવા કોઈપણ એવા ઇમેઇલ જોડાણોને ક્યારેય ખોલશો નહીં.

-ઇન્ટરનેટ, ઇમેઇલ, બાહ્ય વેબસાઇટથી ડાઉનલોડ કરેલી ફાઇલને 'run' કરતા પહેલાં તેને સ્કેન કરો.

-બ્રાઉઝરની ઓટોકમ્પ્લીટ સેટિંગ્સને turn off રાખો જેથી તમારા ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ નંબર વિશેની માહિતી ત્યાં સેવ ન થાય.

-પેમેન્ટ અને મોબાઇલ બેન્કિંગ એપ્લિકેશનના લૉક ફીચરને અનેબલ કરીને રાખો.

-સર્ચ ઈંજન પર મળેલ ગ્રાહક સેવા નંબર ફ્રોડ હોઈ શકે છે, તેના પર વિશ્વાસ કરશો નહીં.

-કૉલર અથવા વ્યક્તિ સાથે તમારા બેંકિંગ પાસવર્ડ, કાર્ડની વિગતો ક્યારેય શેર કરશો નહીં.

-ભૂલથી પણ તમારો OTP કોઈને પણ શેર કરશો નહીં.

English summary
HDFC Bank is also warning its customers about AnyDesk App
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X