For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SBI ખાતાધારકો માટે ખુશ ખબર, હવે કાર્ડ વગર ATM માંથી રોકડ કાઢી શકાશે

SBI એ એવી નવી સેવા શરૂ કરી છે, જેનાથી ડેબિટ કાર્ડ દ્વારા વધતી ફ્રોડની ઘટનાઓ પર લગામ લગાવી શકાય છે.

|
Google Oneindia Gujarati News

બેન્કિંગ ફ્રોડના મોટા ભાગના કિસ્સાઓમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ દ્વારા કપટ થાય છે. લોકો તમારા કાર્ડની માહિતી ચોરી કરી તમારું બેન્ક એકાઉન્ટ ખાલી કરી દે છે, પરંતુ SBI એ એવી નવી સેવા શરૂ કરી છે, જેનાથી ડેબિટ કાર્ડ દ્વારા વધતી ફ્રોડની ઘટનાઓ પર લગામ લગાવી શકાય છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) એ તેના એકાઉન્ટ ધારકો માટે ખાસ સેવા શરૂ કરી છે. આ નવી સેવા દ્વારા તમે એટીએમ કાર્ડ વગર એટીએમ માંથી રોકડ ઉપાડી શકશો.

આ પણ વાંચો: SBI ની ખાસ સર્વિસ શરુ, હવે ATM ની મદદથી ઉપાડી શકો છો FD માં જમા ફંડ

SBI ની નવી સર્વિસ

SBI ની નવી સર્વિસ

SBI એ તેની નવી સર્વિસથી તેના ખાતાધારકોને ડેબિટ કાર્ડને લઈને વહન કરવાની તકલીફથી છુટકારો અપાવી દીધો છે. તમે ડેબિટ કાર્ડ વગર જ એટીએમમાંથી રોકડ ઉપાડી શકશો. SBI એ Yono Cash નામની સર્વિસ લોન્ચ કરી છે. આ નવી સર્વિસ યોનો કેશ દ્વારા ગ્રાહકો હવે એસબીઆઇના 1.65 લાખ એટીએમમાંથી ડેબિટ કાર્ડ વગર રોકડ રકમ ઉપાડી શકશે. તેના માટે તમારે ડેબિટ કાર્ડની જરૂર પડશે નહિ.

આ સર્વિસને શરૂ કરનારી દેશની પ્રથમ બેંક

આ સર્વિસને શરૂ કરનારી દેશની પ્રથમ બેંક

તમને જણાવી દઈએ કે કાર્ડલેસ એટીએમ કેસ વિડ્રોલની સુવિધા શરૂ કરનારી દેશની પ્રથમ બેંક એસબીઆઇ બની ગઈ છે. દેશમાં કાર્ડ વગર રોકડ રકમ ઉપાડવાની સુવિધા આપનારી સ્ટેટ બેન્ક ઑફ ઈન્ડિયા બેંકએ તેના ખાતાધારકોને આ સુવિધા આપી છે. નવી સર્વિસ હેઠળ તમે ડેબિટ કાર્ડ વગર એટીએમમાંથી રોકડ રકમ ઉપાડવા માટે YONO ની મદદ લઇ શકશો. YONO કેશ સુવિધા હાલમાં સ્ટેટ બેન્કના ફક્ત 16500 એટીએમમાંથી જ ઉપલબ્ધ થશે, પરંતુ ટૂંક સમયમાં જ તે સમગ્ર દેશના એટીએમ અને POS મશીનો પર શરુ કરવામાં આવશે.

કેવી રીતે કામ કરશે

કેવી રીતે કામ કરશે

એસબીઆઈની આ YONO કેશ સુવિધા મેળવવા માટે તમારે પ્રથમ YONO એપ ડાઉનલોડ કરવું આવશ્યક છે. તેને ડાઉનલોડ કર્યા પછી તમને કેશ ટ્રાન્જેક્શનનો વિકલ્પ દેખાશે. કેશ ટ્રાન્જેક્શન માટે 6 ડિજિટનો પિન સેટ કરવો પડશે. ટ્રાન્જેક્શન માટે તમારા મોબાઇલ પર એસએમએસ દ્વારા 6 અંકનો રેફરન્સ નંબર પણ મળશે. તમને એટીએમ મશીન પર પણ YONO કેશનો વિકલ્પ દેખાઈ જશે. જ્યાં તમારે 6 અંકનો પિન અને 6 અંકનો રેફરન્સ નંબર દાખલ કરવો પડશે. આ કરતાની સાથે એટીએમમાંથી કેશ નીકળી જશે. તમને જણાવી દઈએ કે રેફરન્સ નંબર જનરેટ થતા જ 30 મિનિટની અંદર તમારે નજીકના એટીએમ જ્યાં યોનો કેશની સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં જઈને આ કામ કરવું પડશે.

English summary
Making cash withdrawal services even more flexible and effortless, the largest lender State Bank of India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X